ભાઈબીજે દિવાળીને વિદાય આપતા હોય એ રીતે નાનકડાં બાળકો ફટાકડા ફોડતા જોવા મળ્યાં હતાં
તસવીરઃ આશિષ રાજે
આસો માસની એકાદશીથી શરૂ થતાં દિવાળીના તહેવારોનો બુધવારે છેલ્લો દિવસ હતો. ભાઈબીજે દિવાળીને વિદાય આપતા હોય એ રીતે નાનકડાં બાળકો ફટાકડા ફોડતા જોવા મળ્યાં હતાં. આ જ રીતે લાલબાગના એક ગ્રાઉન્ડમાં પણ બાળકો સહિતના લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તથા મુંબઈ પોલીસ દ્વારા રેસિડેન્શિયલ વિસ્તારોમાં રૉકેટ જેવા હવામાં જઈને ફૂટે એવા ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં અહીં રૉકેટ જેવા ફટાકડા અને અન્ય ફટાકડા હાથમાં સળગાવીને ફેંકતા ટીનેજર્સે સૂચનાનું ઉલ્લંઘન કર્યું હતું અને આગ જેવી દુર્ઘટના બને એવા અખતરા કર્યા હતા.
આરે સ્ટેશન સાથે ઑબેરૉય કૉમ્પ્લેક્સને કનેક્ટ કરતો બ્રિજ ખુલ્લો મુકાયો
ADVERTISEMENT
મેટ્રો 7ના આરે સ્ટેશનના ફુટઓવર બ્રિજ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા ઑબેરૉય કૉમ્પ્લેક્સને કનેક્ટ કરતા બ્રિજનું સોમવારે સત્તાવાર ઓપનિંગ કરાયું હતું અને ત્યાર બાદ એ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કનેક્ટરને લીધે મેટ્રો સ્ટેશનથી ડાયરેક્ટ મૉલમાં એન્ટ્રી મળી શકશે.
સમૃદ્ધિ હાઇવે પર બર્નિંગ કાર

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ પર ગુરુવારે બપોરે ૨.૩૦ વાગ્યે એક ચાલતી કારમાં આગ લાગી હતી. કાર અચાનક જ આગની લપેટમાં બળવા લાગી હતી. જોકે કાર ડ્રાઇવ કરનારાએ સમયસૂચકતા દાખવી હતી અને પોતે કારમાંથી ઊતરી ગયો હતો અને કારમાં બેઠેલા બાકીનાઓને પણ ઉતારી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી. આગની લપેટો જોતાં જ ડ્રાઇવરે કાર રસ્તાની બાજુમાં સમયસર ઊભી રાખી એમાં સવાર બધાને ઉગારી લીધા હતા જેની થોડી જ મિનિટમાં આખી કાર ભડકે બળી હતી. ઓવરહીટિંગના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. થોડી જ વારમાં ફાયર-ફાઇટિંગ ટીમે ઘોટી હાઇવે પોલીસના કર્મચારીઓની મદદથી આગને કાબૂમાં લીધી હતી.
