Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: બાપ્પાની સવારી બહુ ભારી

News In Shorts: બાપ્પાની સવારી બહુ ભારી

Published : 02 September, 2026 07:31 AM | Modified : 02 September, 2026 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ભુલેશ્વરચા રાજા’ની મૂર્તિની દુર્ઘટના બાદ મંડળો આ બાબતે સાવચેતીનાં પગલાં લઈ રહ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. 

કાલિનાચા એકટા રાજા

કાલિનાચા એકટા રાજા


સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનાના કુંચીકર્વેનગરના ‘કાલિનાચા એકટા રાજા’ની મૂર્તિની પધરામણી ગઈ કાલે વાજતે-ગાજતે આતશબાજી સાથે થઈ હતી. ક્રિષ્ણલ આર્ટ્‍સના અરુણ દત્તે દ્વારા પરેલ વર્કશૉપમાં બનાવવામાં આવેલી ગણપતિની આ ઊભી મૂર્તિ લઈ જવાતી હતી ત્યારે કાર્યકરો એ મૂર્તિ બહુ ડોલે નહીં અને પડે નહીં એની વિશેષ કાળજી લઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું હતું. ‘ભુલેશ્વરચા રાજા’ની મૂર્તિની દુર્ઘટના બાદ મંડળો આ બાબતે સાવચેતીનાં પગલાં લઈ રહ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. 

નેપાલના રસુવાગઢી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં થર્મલ ડ્રોનથી તપાસ : ફસાયેલા ૯૩માંથી કોઈના બચવાની આશા નથી



પૂરગ્રસ્ત નેપાલમાં રસુવાગઢી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ૯૩ કામદારો ફસાયા હતા અને તેમને શોધવા માટે બચાવકર્તાઓ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરીને ટનલના બીજા છેડા સુધી પહોંચ્યા હતા, પરંતુ ડ્રોનનું ફુટેજ દર્શાવે છે કે ૯૩માંથી કોઈના બચવાની આશા નથી. ટનલનો થર્મલ ડ્રોન વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયો હાઇડ્રોપાવર પ્રોજેક્ટની અંધારાવાળી અને અંધકારમય ટનલનો છે, જ્યાં પૂર પછી ગુમ થયેલા ૯૩ કામદારોની શોધ ચાલી રહી હતી.


મરણાંક ૧૦૫૦ને પાર, ચાર હજાર લોકો હજુ પણ લાપતા

નેપાલ અને તિબેટ સરહદે ૨૬ ઑગસ્ટે ગ્લેશિયર તૂટવાથી આવેલા ભયાનક પૂર બાદ તારાજીનાં દૃશ્યો દિવસે ને દિવસે ભયાનક થઈ રહ્યાં છે. મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે. આ કુદરતી હોનારતમાં ૧૦૫૦ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૫૮૩ વિદેશી નાગરિકો સહિત લગભગ ૪૦૦૦ લોકો હજુ પણ લાપતા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK