Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: થાણેની કોર્ટને ઉડાડી દેવાની ધમકી

News In Shorts: થાણેની કોર્ટને ઉડાડી દેવાની ધમકી

Published : 03 November, 2026 07:48 AM | Modified : 03 November, 2026 08:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેની કોર્ટને બૉમ્બબ્લાસ્ટ કરીને ઉડાવી દેવાશે એવી ધમકી મળી હોવાથી કોર્ટનું આખું બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું

થાણે કોર્ટની બહાર પોલીસ-બંદોબસ્ત

થાણે કોર્ટની બહાર પોલીસ-બંદોબસ્ત


થાણેની કોર્ટને બૉમ્બબ્લાસ્ટ કરીને ઉડાવી દેવાશે એવી ધમકી મળી હોવાથી કોર્ટનું આખું બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. થાણે પોલીસની બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડના અધિકારીઓ પણ તેમના સરંજામ સાથે કોર્ટ પર આવી પહોંચ્યા હતા અને તપાસ ચાલુ કરી હતી. એ વખતે કોર્ટના કમ્પાઉન્ડમાં ઊભા રહેલા વકીલો અને અન્ય સ્ટાફ-મેમ્બર્સ તથા લોકોને ત્યાંથી દૂર જવાની પોલીસે મેગાફોન પર સૂચનાઓ આપી હતી. 

પ્રસ્તાવિત વાઢવણ બંદરનો વિરોધ કરવા માટે સ્થાનિક ગ્રામીણ લોકોનું જલસમાધિ આંદોલન




પાલઘર જિલ્લામાં ડેવલપ થનારા પ્રસ્તાવિત વાઢવણ પોર્ટનો વિરોધ કરી રહેલા સ્થાનિક લોકો દ્વારા સમુદ્રમાં ઊભા રહીને ‘જલસમાધિ’ આંદોલન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે વરોરમાં બે દિવસ પહેલાં આંદોલન થયું હતું. જોકે એ પછી ફરી પોલીસ-બંદોબસ્ત હેઠળ પોર્ટ માટેનો રોડ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતાં લોકોએ ફરી આંદોલન કર્યું હતું. સ્થાનિક લોકોનો આરોપ હતો કે પોલીસે આંદોલન કરી રહેલા કેટલાય લોકોને તાબામાં લીધા હતા અને ત્યાર બાદ તેમની સામે ગુનો નોંધવાની પ્રોસેસ ચાલુ કરી હતી. એથી સેંકડો ગ્રામીણ લોકો એના વિરોધમાં ઊતરી આવ્યા હતા. આ વખતે તેમણે સમુદ્રમાં ઊભા રહીને ‘જલસમાધિ’ આંદોલન કર્યું છે. આ આંદોલનકારીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. તેમણે સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી કે જ્યાં સુધી રોડનિર્માણનું કામ બંધ નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હવે સરકાર અને પ્રશાસન શું પગલાં લે છે એના પર બધાની નજર ટકી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK