સંજય યાદવ છેલ્લા ૧૦ દિવસથી કલ્યાણ પાસેના ઠાકુર્લીમાં છુપાયો હતો.
ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડને તેના વિશે માહિતી મળતાં એણે સંજય યાદવને ઝડપી લીધો હતો.
મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે ઠાકુર્લીમાંથી ઝારખંડના વૉન્ટેડ ટેરરિસ્ટને ઝડપી લીધો છે. ઝારખંડના પલામુ જિલ્લાના છતરપુર પોલીસ-સ્ટેશનની હદમાં આવતા દેવગન ગામનો ૪૫ વર્ષનો સંજય સરજુ યાદવ ઉર્ફ ગોદારામ યાદવ નક્સલવાદી ઑર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલો હતો. તેના પર ઝારખંડ પોલીસે ૧૦ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. સંજય યાદવ છેલ્લા ૧૦ દિવસથી કલ્યાણ પાસેના ઠાકુર્લીમાં છુપાયો હતો. ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડને તેના વિશે માહિતી મળતાં એણે સંજય યાદવને ઝડપી લીધો હતો.
મુંબઈમાં ઇલેક્ટ્રિક સપ્લાય વધુ સક્ષમ કરવા હવે બૅટરીનું બૅકઅપ
ADVERTISEMENT
મુંબઈમાં વીજપુરવઠો સતત મળતો રહે એ માટે તાતા પાવરે મહાલક્ષ્મી, સાકીનાકા અને માનખુર્દમાં ૬૦ મેગાવૉટ પર અવરની બૅટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ચાલુ કરી દીધી છે. આ સિસ્ટમને કારણે સૌર ઊર્જા મળતી હશે ત્યારે એ સ્ટૉક કરી લેવાશે અને ત્યાર બાદ જ્યારે ઇલેક્ટ્રિસિટીની સાંજના સમયે ડિમાન્ડ વધી જશે ત્યારે એનો ઉપયોગ કરી શકાશે. એ ઉપરાંત જ્યારે રેગ્યુલર પુરવઠો ખંડિત થાય છે ત્યારે ગ્રિડને ફરી ચાલુ કરવામાં પણ એ મદદરૂપ થઈ શકશે. મુંબઈના તાતા પાવરના ૮ લાખથી વધુ ગ્રાહકોને એનો લાભ મળી શકશે.આ બૅટરી બૅકઅપની વ્યવસ્થાને લીધે હૉસ્પિટલો, મેટ્રો, ઍરપોર્ટ અને ડેટા સેન્ટર જેવી મહત્ત્વની સર્વિસિસને સપ્લાય કરાતી ઇલેક્ટ્રિસિટી વધુ સક્ષમતાથી પૂરી પાડી શકાશે. મુંબઈમાં મહત્ત્વની એવી ૧૦ જગ્યાએ ૨૦૦ મેગાવૉટ અવરના સ્ટૉક કરવાની સિસ્ટમ માટેની તાતા પાવરની યોજનાને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC)એ એપ્રિલ ૨૦૨૫માં મંજૂરી આપી હતી જેમાંથી ૬૦ મેગાવૉટ અવરની સિસ્ટમ ચાલુ થઈ છે.
નાલાસોપારામાં પત્નીની હત્યા કર્યા બાદ ગ્રાન્ટ રોડમાં પતિની આત્મહત્યા
નાલાસોપારાના ટાંકી પાડા વિસ્તારમાં રહેતા માજિદ ખાને ગઈ કાલે વહેલી સવારે પત્ની તબસ્સુમ સાથે થયેલા ઝઘડા બાદ તેનું ગળું દાબી હત્યા કરી નાખી હતી. એ પછી બપોરે ગ્રાન્ટ રોડ સ્ટેશન પર માજિદે ટ્રેન સામે ઝંપલાવી આત્મહત્યા કરી હતી.તબસ્સુમ ઘરે જ બાળકોનાં ટ્યુશન લેતી હતી. બાળકોના વાલીઓ તેમને લેવા-મૂકવા આવતા હતા. માજિદને શંકા હતી કે તબસ્સુમનું એમાંથી કોઈ બાળકના વાલી સાથે અફેર છે. એથી તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ગઈ કાલે વહેલી સવારે પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા માજિદે તબસ્સુમની હત્યા કરી નાખી હતી.
