એન્રિકે ઇગ્લેસિયસની કૉન્સર્ટમાંથી ચોરાયેલા ૭૩ મોબાઇલ ફોન અંગે ૭ સેપરેટ ફરિયાદ નોંધવામાં આવી હતી
					
					
પ્રતીકાત્મક તસવીર
BKC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ પડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એન્રિકે ઇગ્લેસિયસની કૉન્સર્ટમાંથી ચોરાયેલા ૭૩ મોબાઇલ ફોન અંગે ૭ સેપરેટ ફરિયાદ નોંધવામાં આવી હતી. એના આધારે અમે તપાસ કરીને રવિવારે સાંજે એક આરોપીની ધરપકડ કરી છે. આ ચોરી પાછળ એક ગૅન્ગ હોવાની પ્રાથમિક માહિતી અમારી સામે આવી છે તેમ જ ધરપકડ કરેલા આરોપી પાસેથી બે મોબાઇલ અમે જપ્ત કરી લીધા છે. બાકીના મોબાઇલ પણ ટ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જોકે તમામ મોબાઇલ હાલમાં બીજા રાજ્યમાં હોવાની માહિતી તપાસમાં બહાર આવી છે એટલે તમામ આરોપીઓ બીજા રાજ્યમાંથી હોવાની ચોક્કસ માહિતી સામે આવી છે. ધરપકડ કરેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેઓ સોશ્યલ મીડિયા તેમ જ સમાચારપત્રો વાંચીને આવા ભીડવાળા પ્રોગ્રામની માહિતી મેળવતા અને ચોરીને અંજામ આપતા હતા. આ કેસમાં ચોરાયેલા મોબાઇલ શોધવા માટે ટેક્નિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.’
		        	
		         
        

