Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાલાસોપારાનો જિમ-ટ્રેઇનર લવ જેહાદ કરતો હોવાનો કિરીટ સોમૈયાનો આરોપ

નાલાસોપારાનો જિમ-ટ્રેઇનર લવ જેહાદ કરતો હોવાનો કિરીટ સોમૈયાનો આરોપ

Published : 15 October, 2026 08:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરિફ શેખ સામે બે દિવસમાં ચાર FIR નોંધાયા, તેના મોબાઇલમાંથી ૧૦૦+ યુવતીઓના અશ્ળીલ વિડિયો મળ્યા

આરિફ શેખ

આરિફ શેખ


નાલાસોપારાના જિમમાં નવરાત્રિ દરમ્યાન કઈ રીતે હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરી શકાય અને પ્રેમજાળમાં ફસાવીને તેમના અભદ્ર વિડિયો ઉતારવામાં આવે છે એ બાબતનો વિડિયો સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે આ મામલે અનેક યુવતીઓને શિકાર બનાવનાર બાવીસ વર્ષના જિમ-ટ્રેઇનર તથા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર આરિફ શેખની ધરપકડ કરવામાં આવી છે. લગ્નની લાલચ આપીને બળાત્કાર કરવા બદલ તથા ધર્મપરિવર્તન કરવા દબાણ કરવા બદલ આરોપી આરિફની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા પોતે આ મામલે પોલીસ સાથે ચર્ચા કરવા માટે પહોંચ્યા હતા અને પોલીસ સાથે વાતચીત કર્યા બાદ કડક કાર્યવાહીની માગણી કર્યા પછી તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. એ દરમ્યાન તેમણે આખી ઘટનાને લવ જેહાદનો કેસ ગણાવી હતી. 



કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે આ એક લવ જેહાદનો કેસ છે અને એક મોટી ગૅન્ગ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં હિન્દુ છોકરીઓનું શોષણ કરી તેમને લવ જેહાદનો શિકાર બનાવવા માટે કામ કરી રહી છે. કિરીટ સોમૈયા દ્વારા લવ જેહાદનો મુદ્દો આ પહેલાં પણ ઉઠાવવામાં આવ્યો છે અને ગેરકાયદે બંગલાદેશીઓ તથા લવ જેહાદ કરનારાઓ વિરુદ્ધ તેઓ સતત અવાજ ઉઠાવી રહ્યા છે. આરિફ વિરુદ્ધ બે દિવસમાં ૪ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા હોવાનું પણ કિરીટ સોમૈયાએ પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પરની પોસ્ટમાં જણાવ્યું હતું. આરિફનો શિકાર બનેલી હિન્દુ છોકરીઓ સોળથી બાવીસ વર્ષ સુધીની ઉંમરની જ હોવાનું તેમણે પોસ્ટમાં લખ્યું હતું.


૧૦૦થી વધુ યુવતીઓના અશ્ળીલ વિડિયો મળ્યા આરિફના મોબાઇલમાંથી

પોલીસે આરિફનો મોબાઇલ જપ્ત કર્યો ત્યાર પછી એની તપાસ કરવામાં આવતાં એમાંથી ૧૦૦થી વધુ હિન્દુ યુવતીઓના અશ્ળીલ વિડિયો મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આરોપી આરિફ હિન્દુ યુવતીઓના આ વિડિયો પૉર્ન સાઇટ્સ પર વેચતો હતો. પ્રાથમિક તપાસમાં વિદેશમાં આ વિડિયો વેચવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.


લગ્નની લાલચ આપી, ધર્મ બદલવા દબાણ કર્યું : ફરિયાદી

૨૩ વર્ષની ફરિયાદી યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘૨૦૨૫માં આરિફ શેખે મારી સાથે સોશ્યલ મીડિયા પર મિત્રતા કરી હતી અને મારો ભરોસો જીત્યા બાદ તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં મારી સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું અને જાતીય શોષણ કરવામાં આવ્યું. આ દરમ્યાન લગ્નની લાલચ આપીને આરિફ શેખની માતા રુખસાનાએ પણ મારા પર ધર્મ બદલવા માટે દબાણ કર્યું હતું એટલું જ નહીં, આરિફના ભાઈ સાહિલ શેખે પણ મારા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 08:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK