Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ક્રૉફર્ડ માર્કેટમાંથી પકડાઈ પાકિસ્તાની બ્યુટી-પ્રોડક્ટ્સ

ક્રૉફર્ડ માર્કેટમાંથી પકડાઈ પાકિસ્તાની બ્યુટી-પ્રોડક્ટ્સ

Published : 17 July, 2026 08:01 AM | Modified : 17 July, 2026 09:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ લાખ રૂપિયાની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરીને બે જણની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દક્ષિણ મુંબઈના પ્રસિદ્ધ ક્રૉફર્ડ માર્કેટ વિસ્તારમાં MRA માર્ગ પોલીસે ગુપ્ત માહિતીના આધારે મુસાફિરખાનામાં આવેલા અનીશ ચેમ્બર્સની ફરીન કલેક્શન નામની દુકાન પર દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વેચાતા આશરે ૧૨ લાખ રૂપિયાની પાકિસ્તાન-નિર્મિત કૉસ્મેટિક પ્રોડક્ટ્સ જપ્ત કરી છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) મનીષ કલવાનિયાએ જણાવ્યું હતું કે આ મામલે અમાન ખાન અને સદ્દામ શેખની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે ઘટનાસ્થળેથી મેડ ઇન પાકિસ્તાનના લેબલવાળી ૪૩૩ ગોરી બ્રૅન્ડની વાઇટનિંગ ક્રીમ, ૨૪૦  બ્યુટી-ક્રીમ, ૩૧૨ યોકો હર્બલ ક્રીમ અને ૨૬૪ વાઇટનિંગ મિલ્ક એક્સટ્રક્ટ ક્રીમ સહિત ઝિયા, એના ગોલ્ડ અને ફાઇઝા બ્રૅન્ડનાં ડઝનબંધ પાકિસ્તાની સાબુ અને સીરમ જપ્ત કર્યાં છે. ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ વ્યાપારિક સંબંધો અને આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હોવાથી આ પ્રોડક્ટ્સનું વેચાણ ગેરકાયદેસર છે. આ મામલે MRA માર્ગ પોલીસે ફૉરેન ટ્રેડ ઍક્ટ અને ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને આ પ્રતિબંધિત માલ કઈ રીતે અને ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યો એ દિશામાં તપાસ તેજ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK