Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પચીસ મિનિટમાં ૩ મહિલાના ચેઇન-મંગળસૂત્રની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

પચીસ મિનિટમાં ૩ મહિલાના ચેઇન-મંગળસૂત્રની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

Published : 26 November, 2026 09:02 AM | Modified : 26 November, 2026 09:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭ નવેમ્બરે માત્ર પચીસ મિનિટના ટૂંકા ગાળામાં વસઈ-ઈસ્ટ અને નાલાસોપારા-ઈસ્ટ વિસ્તારમાં ૩ મહિલાઓના ગળામાંથી કુલ મળીને ૪૫ ગ્રામ વજનની સોનાની ચેઇન અને મંગળસૂત્ર ઝૂંટવી લેવામાં આવ્યાં હતાં.

વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ આરોપીઓની કરેલી ધરપકડ

વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ આરોપીઓની કરેલી ધરપકડ


વસઈ-વિરાર વિસ્તારમાં સતત ૩ ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓને અંજામ આપીને ચકચાર મચાવનારા બે આરોપીઓની વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3એ ધરપકડ કરી છે. ૧૭ નવેમ્બરે 
માત્ર પચીસ મિનિટના ટૂંકા ગાળામાં વસઈ-ઈસ્ટ અને નાલાસોપારા-ઈસ્ટ વિસ્તારમાં ૩ મહિલાઓના ગળામાંથી કુલ મળીને ૪૫ ગ્રામ વજનની સોનાની ચેઇન અને મંગળસૂત્ર ઝૂંટવી લેવામાં આવ્યાં હતાં. પ્રથમ ઘટનામાં ૪૮ વર્ષની મહિલાની ૮ ગ્રામની સોનાની ચેઇન, બીજી ઘટનામાં ૪૦ વર્ષની મહિલાનું ૧૭ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર અને ત્રીજી ઘટનામાં ૬૧ વર્ષનાં મહિલાની ૨૦ ગ્રામની સોનાની ચેઇન લૂંટવામાં આવ્યાં હતાં. પોલીસ-તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ૧૬ નવેમ્બરે વસઈ ગામના પારનાકા વિસ્તારમાંથી સફેદ રંગનું ટૂ-વ્હીલર ચોર્યું હતું અને આ જ વાહન પર સવાર થઈને ત્રણે જણે લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો.

કોણ છે આરોપીઓ? કેવી રીતે પકડાયા?



વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસથી બચવા માટે બન્ને આરોપીઓ કાંદળવન અને સુરુચિ બાગના જંગલ વિસ્તારમાં સંતાઈ ગયા હતા, પરંતુ આખરે ગુપ્ત બાતમીના આધારે અમે તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કરેલા આરોપીઓમાં પંચવટી-નાશિકના રહેવાસી બાવીસ વર્ષના રાકેશ રાઠોડ અને મુળશી-પુણેના રહેવાસી ૨૦ વર્ષના આદિત્ય માંઝિરેનો સમાવેશ થાય છે. પોલીસ-રેકૉર્ડ મુજબ રાકેશ સામે અગાઉ ૯ અને આદિત્ય સામે બે ગુના નોંધાયેલા છે, આ કેસમાં વધુ એક આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે. ચેઇન-સ્નૅચિંગના ત્રણ અને વાહનચોરીના એક મળી કુલ ૪ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે, જ્યારે આ મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK