Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૬૦ ટકા સીટો માટે પ્રવાસીઓ પાસેથી વધારાનો ચાર્જ ન લેવાના પ્રસ્તાવને સરકારે પાછો ખેંચ્યો

૬૦ ટકા સીટો માટે પ્રવાસીઓ પાસેથી વધારાનો ચાર્જ ન લેવાના પ્રસ્તાવને સરકારે પાછો ખેંચ્યો

Published : 04 April, 2026 01:21 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે સમીક્ષા કરાશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


સરકારે મુસાફરોને કોઈ પણ વધારાનો ચાર્જ લીધા વિના વિમાનમાં ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકો પસંદ કરવાની મંજૂરી આપવાના નિર્દેશને અસ્થાયીરૂપે મુલતવી રાખ્યો છે. આ નિર્દેશ ૨૦ એપ્રિલથી તમામ ઍરલાઇન્સે લાગુ કરવાનો હતો. ૧૮ માર્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી હતી કે એણે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ને આ સંદર્ભમાં ઍરલાઇન્સને સૂચનાઓ આપવાનો આદેશ આપ્યો છે. DGCAને લખેલા પત્રમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍરલાઇન્સ અને અકાસા ઍર તરફથી મળેલી અરજીઓના આધારે આ બાબતની સમીક્ષા કરવામાં આવી છે.

આ અરજીઓએ ઉપરોક્ત જોગવાઈનાં કાર્યકારી અને વ્યાપારી પરિણામો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ભાડામાળખા પર એની સંભવિત અસર અને હાલની અનિયંત્રિત ભાડાપ્રણાલી સાથે એની સુસંગતતાનો સમાવેશ થાય છે. આ વિચારણાઓને ધ્યાનમાં રાખીને અને મુદ્દાની સંપૂર્ણ તપાસ બાકી હોવાથી આગામી સૂચના સુધી ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકોને પસંદ કરવા માટે કોઈ ચાર્જ ન લેવાની જોગવાઈને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 01:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK