Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલમાં જવા વિદ્યાર્થીઓએ કરવો પડે છે ટ્રૅક પર જોખમી પ્રવાસ

સ્કૂલમાં જવા વિદ્યાર્થીઓએ કરવો પડે છે ટ્રૅક પર જોખમી પ્રવાસ

Published : 25 August, 2026 07:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૂલમાં જવા રસ્તો જ ન હોવાથી ટાપુ પર આવેલા વાઢીવ ગામના સ્ટુડન્ટ્સે રેલવે-ટ્રૅક પર જીવના જોખમે પ્રવાસ કરવો પડે છે એવી રજૂઆત વિદ્યાર્થીઓએ વિડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કરી

વિદ્યાર્થીઓએ રોજ જ સ્કૂલમાં જવા વૈતરણા નદી–ખાડી પરના રેલવે બ્રિજ પરથી ચાલીને જવું  પડે છે

વિદ્યાર્થીઓએ રોજ જ સ્કૂલમાં જવા વૈતરણા નદી–ખાડી પરના રેલવે બ્રિજ પરથી ચાલીને જવું  પડે છે


પાલઘર જિલ્લાના સફાળે અને વૈતરણા સ્ટેશન વચ્ચે ટાપુ પર આવેલા વાઢીવ ગામના  વિદ્યાર્થીઓએ રોજ જ સ્કૂલમાં જવા વૈતરણા નદી–ખાડી પરના રેલવે બ્રિજ પરથી ચાલીને જવું  પડે છે જે જોખમી છે. હવે એ સ્કૂલે જતા વિદ્યાર્થીઓએ એક વિડિયો બનાવી ડાયરેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને તેમની તકલીફ દૂર કરવા રજૂઆત કરી છે. લોકોને, વિદ્યાર્થીઓને ચાલીને જવા માટે બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી તેમણે આ ટ્રૅક પરના રૂટને જ અપનાવવો પડે છે. સ્કૂલ જઈ રહેલા એ વિદ્યાર્થીઓના ગ્રુપમાંથી એક વિદ્યાર્થીએ એ વિડિયોમાં કહ્યું છે કે ‘માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીસાહેબ, તમે ટીવી પર તો કહેતા હો છો કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. તો અમારા જેવા વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા એકાદો સાદો રસ્તો પણ કેમ નથી? સરકારને શું લાગે છે કે અમારા વાલીઓએ શું અમારા રોજની આજ ચિંતા કરવાની કે? અમારે સ્કૂલમાં જવા રસ્તો જ નથી. જીવ બચાવી અમારે ટ્રૅક પરથી રોજ ચાલતા જવું પડે છે. પાછળથી એકાદી એક્સપ્રેસ ટ્રેન પાસ થાય ત્યારે અમારી હાલત કફોડી થઈ જાય છે. મોદીસાહેબ, તમે આખા દેશમાં મોટા રસ્તા અને બુલેટ ટ્રેન પણ લાવ્યા જને?  તો અમારા જ નસીબમાં મૃત્યુનો ટ્રૅક કેમ ?  અમને અમારા હક્કનો રસ્તો આપો.’ 


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK