Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુસાફરોએ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં હજી થોડા મહિના ઇન્ટરનેટ કનેક્શન વગર જ ચલાવવું પડશે

મુસાફરોએ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં હજી થોડા મહિના ઇન્ટરનેટ કનેક્શન વગર જ ચલાવવું પડશે

Published : 23 March, 2026 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

MMRCL એની નૉન-ફેર બૉક્સ રેવન્યુ સ્ટ્રૅટજી હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે

મેટ્રો ૩

મેટ્રો ૩


મેટ્રો 3માં બે-ત્રણ દિવસ પહેલાં સેલ્યુલર સર્વિસ પૂરી પાડતી કંપનીનો કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હોવાથી નેટવર્ક મળતું ન હોવાથી અનેક પ્રવાસીઓ પરેશાન થયા હતા. ઘણા લોકોને ઑનલાઇન ટિકિટ કઢાવવામાં પણ મુશ્કેલી પડી હતી. મુસાફરોને અન્ડરગ્રાઉન્ડમાં ઇન્ટરનેટ નેટવર્ક મળી શકે એ માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)એ એ માટે નવું ટેન્ડર બહાર પાડ્યું છે.
જૂના કૉન્ટ્રૅક્ટરનો કૉન્ટ્રૅક્ટ પતી ગયા બાદ MMRCLએ નવાની નિમણૂક કરવા ૨૦ માર્ચે રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ મોકલી દીધી છે. અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન અને ટનલમાં દોડતી મેટ્રો ટ્રેનમાં ટેલિકૉમ સિસ્ટમ અને નેટવર્ક અવરિત મળતું રહે એ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. MMRCL એની નૉન-ફેર બૉક્સ રેવન્યુ સ્ટ્રૅટજી હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે જેથી લોકોને પણ ફૅસિલિટી મળી રહે અને આવક પણ થાય. પ્રી-બીડ મીટિંગ ૨૭ માર્ચે રાખવામાં આવી છે અને બીડ ૧૦ એપ્રિલે ખોલવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK