આ યુવક દાદર-અંબરનાથ AC ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં ફરજ બજાવતા ટિકિટચેકરે તેના મોબાઇલમાં ડિજિટલ પાસ ચેક કર્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
AC લોકલમાં બનાવટી ડિજિટલ પાસ પર પ્રવાસ કરી રહેલા ૨૦ વર્ષના યુવકને પોલીસે શુક્રવારે પકડી લીધો હતો. આ યુવક દાદર-અંબરનાથ AC ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં ફરજ બજાવતા ટિકિટચેકરે તેના મોબાઇલમાં ડિજિટલ પાસ ચેક કર્યો હતો. ટિકિટચેકરને શંકા જતાં વિગતો ક્રૉસ ચેક કરી હતી. એમાં જણાઈ આવ્યું હતું કે એ પાસ બનાવટી હતો. એથી યુવાનને થાણે સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યો હતો. યુવકની સામે થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં આ સંદર્ભે ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી હતી. પૂછપરછમાં યુવકે કહ્યું હતું કે એ પાસ તેના એક મિત્રએ તેને વૉટ્સઍપ પર મોકલાવ્યો હતો. થાણે GRP હવે આ સંદર્ભે વધુ તપાસ ચલાવી રહી છે.


