Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણના સ્ટેશન વિસ્તારમાં પોલીસનું કૉમ્બિંગ ઑપરેશન

કલ્યાણના સ્ટેશન વિસ્તારમાં પોલીસનું કૉમ્બિંગ ઑપરેશન

Published : 13 May, 2026 12:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણ રેલવે-સ્ટેશન અને એની આસપાસના વિસ્તારોમાં સોમવારે મોડી રાત્રે પોલીસે કૉમ્બિંગ ઑપરેશન કરીને ગુનાખોરી ડામવા માટે મોટી કાર્યવાહી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણ રેલવે-સ્ટેશન અને એની આસપાસના વિસ્તારોમાં સોમવારે મોડી રાત્રે પોલીસે કૉમ્બિંગ ઑપરેશન કરીને ગુનાખોરી ડામવા માટે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા સોમવારે રાત્રે ૧૧ વાગ્યાથી આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાત્મા ફુલે ચોક પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા રેલવે-સ્ટેશનના પરિસર, ST બસ-સ્ટૅન્ડ, ઝુંજારરાવ માર્કેટ, નીલમ ગલી તેમ જ વિવિધ હોટેલો અને લૉજમાં પોલીસે સઘન તપાસ કરી હતી. આ ઑપરેશન દરમ્યાન શંકાસ્પદ હિલચાલ અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આ ઑપરેશન દરમ્યાન પોલીસે જાહેર સ્થળોએ દારૂ પીતી અને શંકાસ્પદ જણાતી કુલ ૩૩ વ્યક્તિની અટકાયત કરી હતી અને તેમની સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પોલીસે આ વિસ્તારની ૪ લૉજમાં પણ સરપ્રાઇઝ તપાસ કરી હતી જેથી કોઈ અસામાજિક તત્ત્વો ત્યાં છુપાયેલાં ન હોય. આ મહત્ત્વપૂર્ણ કામગીરીમાં મહાત્મા ફુલે ચોક પોલીસ-સ્ટેશનની સાથે ખડકપાડા અને બજારપેઠ પોલીસ-સ્ટેશનનો કાફલો પણ જોડાયો હતો. પોલીસના આ કડક વલણને કારણે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં તત્ત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક રહેવાસીએ સુરક્ષાના આ પગલાને આવકાર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK