એ ફાઇલ મિસિંગ થઈ હોવાની જાણ ૧૮ મહિના પહેલાં થઈ હતી. એક થાણેકરે એ પ્રપોઝલને લગતા દસ્તાવેજોની સર્ટિફાઇડ કૉપી રાઇટ ટુ ઇન્ફર્મેન્શન ઍક્ટ હેઠળ માગી હતી
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાંથી મહત્ત્વના પ્રપોઝલની ફાઇલ ગુમ થઈ જતાં TMCના કર્મચારીઓ સામે પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે. નૌપાડા પોલીસ-સ્ટેશનના ઑફિસરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘એ ફાઇલ મિસિંગ થઈ હોવાની જાણ ૧૮ મહિના પહેલાં થઈ હતી. એક થાણેકરે એ પ્રપોઝલને લગતા દસ્તાવેજોની સર્ટિફાઇડ કૉપી રાઇટ ટુ ઇન્ફર્મેન્શન ઍક્ટ હેઠળ માગી હતી. એ પછી એ અરજદારે આ સંદર્ભે સ્ટેટ ઇન્ફર્મેશન કમિશનરને અપીલ કરતાં આ બાબતે તપાસના આદેશ આપ્યા હતા. એ તપાસ દરમ્યાન TMCએ કહ્યું હતું કે એ ફાઇલ મિસિંગ છે, મળી નથી રહી. એ પછી TMCએ ઍફિડેવિટ ફાઇલ કરીને કહ્યું હતું કે જુનિયર કર્મચારીઓની બેદરકારીને કારણે એ ફાઇલ મિસિંગ થઈ ગઈ હતી. એથી આ કેસમાં હવે TMCના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, રેકૉર્ડ કિપર અને પ્યુન (જે નવેમ્બર ૨૦૨૨માં મૃત્યુ પામ્યો છે) અન્ય રેકૉર્ડ કિપર, પ્યુન અને બે ક્લાર્કની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


