Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-પુણે એક્સપ્રેસવેની ૧૩.૩ કિલોમીટર લાંબી મિસિંગ લિન્કનું પહેલી મેએ ઉદ્ઘાટન

મુંબઈ-પુણે એક્સપ્રેસવેની ૧૩.૩ કિલોમીટર લાંબી મિસિંગ લિન્કનું પહેલી મેએ ઉદ્ઘાટન

Published : 25 April, 2026 12:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વધારાના ટોલ વગર પહેલા ૬ મહિના માટે ફક્ત કાર અને બસોને આ રૂટ પર મંજૂરી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ-પુણે એક્સપ્રેસવેના ૧૩.૩ કિલોમીટર લાંબા મિસિંગ લિન્ક સેક્શનનું ઉદ્ઘાટન પહેલી મે (મહારાષ્ટ્ર દિવસ)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવશે એમ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)ના ઑફિસરોએ જણાવ્યું હતું. પહેલા ૬ મહિના માટે ફક્ત કાર અને બસોને આ માર્ગ પર મંજૂરી આપવામાં આવશે. એક વાર કાર્યરત થયા પછી બન્ને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઓછામાં ઓછો ૩૦ મિનિટ ઘટશે અને અંતર ૬ કિલોમીટર ઘટશે, જેમાં કોઈ વધારાનો ટોલ લાગશે નહીં.

ભારે વાહનો અને જોખમી મટીરિયલ ટ્રાન્સપોર્ટ કરતાં વાહનોને નવા માર્ગ પર મંજૂરી આપવામાં આવશે નહીં અને આ વાહનો હાલના ઘાટ વિભાગનો ઉપયોગ ચાલુ રાખશે. ચોમાસા પછી ટ્રાફિકનો સ્ટડી કરીને ગુડ્સ કૅરિયરને લિમિટેડ એન્ટ્રી આપવાનું વિચારી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK