Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રમેશ મ્હાત્રેને આજે સાંજ સુધીમાં સરેન્ડર થવાનો આદેશ

રમેશ મ્હાત્રેને આજે સાંજ સુધીમાં સરેન્ડર થવાનો આદેશ

Published : 19 July, 2026 07:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટરો અને નર્સો પર હુમલો કરનારા ડોમ્બિવલીના શિવસેનાના કૉર્પોરેટર અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા બૉમ્બે હાઈ કોર્ટે

રમેશ મ્હાત્રે

રમેશ મ્હાત્રે


બૉમ્બે હાઈ કોર્ટે ડોમ્બિવલી-વેસ્ટની શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં ડૉક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ પર થયેલા હુમલાના કેસમાં શિવસેનાના કૉર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેના સાથીદારોના જામીન ગઈ કાલે રદ કરી દીધા હતા.
ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અણખડની ડિવિઝન બેન્ચે કલ્યાણની મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીન વિશે જાતે નોંધ લઈને આ નિર્ણય લીધો હતો. હાઈ કોર્ટે નીચલી અદાલતના આદેશ પર સ્ટે આપતાં જણાવ્યું હતું કે આ મામલો અત્યંત ગંભીર છે અને અગાઉના આદેશમાં વિસંગતતા જોવા મળી છે. કોર્ટે રમેશ મ્હાત્રે અને અન્ય આરોપીઓને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો કડક નિર્દેશ આપ્યો છે.
જો રમેશ મ્હાત્રે શરણાગતિ નહીં સ્વીકારે અથવા ગુમ જણાશે તો પોલીસ તેની સ્થાવર મિલકતો જપ્ત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવા માટે મુક્ત રહેશે. આ કેસની આગામી સુનાવણી બાવીસમી જુલાઈએ કરવામાં આવશે.
આ સમગ્ર વિવાદ ૬ જુલાઈએ શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં બનેલી હિંસક ઘટનાથી શરૂ થયો હતો. આ કેસના મુખ્ય આરોપી રમેશ મ્હાત્રેની ધરપકડ બાદ તબિયત બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને મૅજિસ્ટ્રેટ કોર્ટે ૧૪ જુલાઈએ ૫૦,૦૦૦ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર તેને જામીન આપ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK