Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીની મધુમિલન સોસાયટીનું રીડેવલપમેન્ટ અધૂરું..!!!  વરિષ્ઠ સભ્યોની GBR કરવાની માગ

બોરીવલીની મધુમિલન સોસાયટીનું રીડેવલપમેન્ટ અધૂરું..!!!  વરિષ્ઠ સભ્યોની GBR કરવાની માગ

Published : 03 July, 2025 12:32 PM | IST | Mumbai
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

Mumbai: સોસાયટીની ઇમારતને બન્યાને લગભગ ૫૮ વર્ષ થઈ ગયાં છે, તેનું રીડેવલપમેન્ટ અનિવાર્ય છે, અન્યથા રહીશોના જીવને જોખમ થઈ શકે છે.

બોરીવલીની મધુમિલન કૉ-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ (મંગલકુંજ)

બોરીવલીની મધુમિલન કૉ-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ (મંગલકુંજ)


મુંબઈ મહાનગરમાં હાલના દિવસોમાં જૂની ઇમારતોનું રીડેવલપમેન્ટ ધમધમતી રીતે ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં ઘણીવાર સોસાયટીના સભ્યો વચ્ચે ડેવલપરની પસંદગી બાબત મતભેદ ઊભા થાય છે. આવી સ્થિતિમાં ડેપ્યુટી રજીસ્ટ્રારનો હસ્તક્ષેપ થતો હોય છે.
 
તાજેતરમાં મુંબઈ ગ્રાહક પંચાયત દ્વારા જાહેર હિતમાં એવી માંગણી કરવામાં આવી છે કે ડેવલપરની પસંદગીમાં ડેપ્યુટી રજીસ્ટ્રારનો કોઈ હસ્તક્ષેપ ન હોવો જોઈએ.!! તેઓએ કહ્યું કે આ લોકોનો/સોસાયટીના સભ્યોનો અધિકાર છે અને તે કોઈના પણ હસ્તક્ષેપ વગર જ થવો જોઈએ, કેમ કે રજીસ્ટ્રારના હસ્તક્ષેપથી ભ્રષ્ટાચારની શક્યતા વધી જાય છે. આ માટે ડેવલપરની પસંદગી લોકો/સભ્યો દ્વારા સમજૂતીથી જ થવી જોઈએ. 


આવો જ એક કિસ્સો બોરીવલીની મધુમિલન કૉ-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ (મંગલકુંજ), જે એસ.વી. રોડ, બોરીવલી પશ્ચિમ ખાતે આવેલી છે, તે પ્રકાશમાં આવ્યો છે. સોસાયટીના રહીશ શ્રી ચંદ્રકાંત ગોહિલે માહિતી આપી હતી કે સોસાયટીની ઇમારતને બન્યાને લગભગ ૫૮ વર્ષ થઈ ગયાં છે, તેનું રીડેવલપમેન્ટ અનિવાર્ય છે, અન્યથા રહીશોના જીવને જોખમ થઈ શકે છે. વર્ષ ૨૦૧૫માં આ ઈમારતને C-1 શ્રેણીનું `ધોકાદાયક` એટલે કે જોખમી ઈમારતનું પ્રમાણપત્ર મળ્યું હતું. વર્ષ ૨૦૨૩માં રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ હતી.
 
લગભગ ૨૧૮ પરિવારોની આ સોસાયટીમાં નિયમ અનુસાર ૧૧ બિલ્ડરોમાંથી ૨ બિલ્ડરો-સુગી ગ્રુપ અને રતનસિંહ કોનાર્ક બિલ્ડર JVની પસંદગી કરવામાં આવી હતી. તુલનાત્મક અભ્યાસ કરતાં બંને બિલ્ડરોમાં સુગી ગ્રુપની ઑફર રતનસિંહ કોનાર્ક કરતાં વધુ લાભદાયી હતી, છતાં પણ કેટલાક ગણ્યાગાંઠ્યા સભ્યો આશ્વર્યજનક રીતે રતનસિંહ કોનાર્ક બિલ્ડરને સમર્થન આપીને નિર્દોષ સભ્યોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવા સંજોગોમાં મતદાન યોજાયું જેમાં ૧૯૫ સભ્યોએ ભાગ લીધો, પણ પરિણામ લગભગ બરોબરનું રહ્યું એટલે કે ટાયમા પરિણમ્યું!!
 
ચંદ્રકાંત ગોહિલના મતે હાઉસિંગ સોસાયટીના સભ્યો ફરીથી મતદાન ઈચ્છે છે. અને આ વખતે હેન્ડરાઈસીગ એટલે કે હાથ ઊંચો કરી મતદાન થવું જોઈએ જેથી કોઈપણ સભ્ય ગેરમાર્ગે ન દોરાય પરંતુ કમનસીબે કેટલાક તત્વો નિયમાનુસાર ચૂંટણી ન થાય તેવા પ્રયાસ કરે છે. 



ડેપ્યુટી રજીસ્ટ્રાર સમક્ષ પણ સભ્યો સહાય માટે ગયાં, પરંતુ અધિકારી મોટી તથા વધુ સારી ઑફર આપનારા સુગી ગ્રુપને અવગણીને આશ્વર્યજનક રીતે રતનસિંહ કોનાર્કનુ  સમર્થન કરવા લાગ્યા. કેટલાક તત્વો સોસાયટીના કમિટી સભ્યો વિરુદ્ધ પણ ষડયંત્ર રચી રહ્યા છે અને હાલના સભ્યોને તેમના પદેથી દૂર કરવાની માંગણી કરી રહ્યા છે, અને વિવિધ રીતે ત્રાસ આપી રહ્યા છે. મધુમિલન કૉ-ઓપ. હાઉસિંગ સોસાયટીના કમિટી સભ્યો ઈચ્છે છે કે નિયમાનુસાર ફરીથી મતદાન થાય જેથી કરીને સભ્યો ને સાચો ન્યાય મળે..
 
સાથે જ વરિષ્ઠ સભ્ય શ્રી ચંદ્રકાંત ગોહિલે GBR (જનરલ બોડી રિઝોલ્યુશન) માટે પણ માગ ઉઠાવી છે. તેમનું કહેવું ફક્ત એટલું જ છે કે જે બિલ્ડર વધુ લાભ આપે, જેની ક્ષમતા તથા કામની ગુણવત્તા સારી હોય અને સભ્યોને યોગ્ય ભાવ આપે, તે જ રીડેવલપમેન્ટ માટે પસંદ થવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2025 12:32 PM IST | Mumbai | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK