Bali Ferry Accident: 23 લોકોને બચાવી લેવાયા છે, 4ના મોત થયા છે. આ ફેરી બૉટમાં 65 લોકો, 53 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 14 ટ્રક સહિત 22 વાહનો હતા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
ઈન્ડોનેશિયામાંથી દર્દનાક સમાચાર (Bali Ferry Accident) મળી રહ્યા છે. અહીં આશરે ૬૫ લોકોને લઈને જઇ રહેલ ફેરી (નાની નાવડી) ડૂબી ગઈ છે. ફેરી ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા છે. હજી પણ આ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો વધી શકે તેવી સંભાવના છે. હાલ ત્યાં રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે. શક્ય તેટલા ડૂબી ગયેલા લોકોને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
અત્યારસુધીમાં ચાર ડેડબૉડી મળી આવી છે. ઓછામાં ઓછા 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહેવાને કારણે અનેક પ્રવાસીઓ બેભાન થઈ ગયાં હતા. બે ટગ બૉટ અને બે ઇનફલેટેબલ બૉટ સહિત નવ બૉટ હાલમાં ત્યાં ગુમ થયેલા લોકોની શોધ (Bali Ferry Accident) કરી રહી છે. રાત્રે અંધારામાં 2 મીટર ઊંચા મોજાઓના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી પણ આવી હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે 11.20 વાગ્યે બાલી સ્ટ્રેડમાં મુસાફરોને લઈ જઇ રહેલી આ ફેરી ડૂબી જવા પામી હતી. ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાથી જાણીતા ટૂરિસ્ટ પોઈન્ટ પર આ ફેરી જઇ રહી હતી. ત્યારે આ દુર્ઘટના બની હતી.
ADVERTISEMENT
બાન્યુવાંગીના પૂર્વ જાવાન શહેરના પોલીસ વડા રામા સમ્તમા પુત્રાએ માહિતી આપી હતી કે "23 લોકોને બચાવી લેવાયા છે, 4ના મોત થયા છે. આ ફેરી બૉટમાં 65 લોકો, 53 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 14 ટ્રક સહિત 22 વાહનો હતા” જાવામાં કેતાપાંગ બંદરથી મુસાફરી શરૂ કર્યાના લગભગ અડધો કલાકમાં આગળ જઈને ફેરી ડૂબી ગઈ હતી. તે બાલીના ગિલીમાનુક બંદર તરફ જઈ રહ્યું હતું, લગભગ 50 કિલોમીટરની આ ફેરીની મુસાફરી હતી.
દુર્ઘટનાની માહિતી મળતાં જ ત્યાં બચાવ ટીમો અને બચાવ બૉટ રવાના કરી દેવામાં આવી હતી. અનેક લોકો લાપતા હોવાથી સુરાબાયાથી એક મોટું જહાજ પણ બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યું હતું. ઘણા લોકોએ ફેરીની લાઈફબૉટનો ઉપયોગ કરીને પોતઅને બચાવી લીધા હતા.
ગઇકાલે મોડી રાત્રે બનેલી આ ઘટના (Bali Ferry Accident)માં અનેક લોકો ડૂબી ગયાં છે. કદાચ આજે દિવસે હવે વધુ માહિતી સામે આવી શકે છે. તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયામાં બૉટ એક્સિડન્ટ ખૂબ જ સામાન્ય થઈ ગયાં છે. ત્યાં 17,000થી પણ વધારે ટાપુઓનો દ્વીપસમૂહ છે. મોટાભાગની અહીં પરિવહન માટે બૉટનો ઉપયોગ કરવામાં આવે છે.
૩૮ લોકોની શોધખોળ ચાલી રહી છે
હાલ મળતી માહિતી અનુસાર હજી 38 લોકોનો કોઈ પત્તો નથી. બચાવકર્તાઓ અત્યારસુધી 23 મુસાફરોને બચાવી (Bali Ferry Accident) શક્યા છે. આ જહાજમાં 14 ટ્રક સહિત 22 વાહનો પણ હતા. અધિકારીઓ કારણની તપાસ કરી રહ્યા છે.

