રજિસ્ટ્રારની ભૂમિકા માત્ર સોસાયટીની કમિટી જે નિર્ણય કરે એ નિર્ણયની પ્રક્રિયા પારદર્શક પદ્ધતિથી પૂરી થાય એટલું જોવાની છે.’
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
રજિસ્ટ્રારની ભૂમિકા સોસાયટીની કમિટી પારદર્શક પદ્ધતિથી નિર્ણય લે એટલું જોવાની જ છે એમ કહીને બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
બૉમ્બે હાઈ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘હાઉસિંગ સોસાયટીઓએ રીડેવલપમેન્ટ માટે ડેવલપરની પસંદગી કરીને એના અપ્રૂવલ માટે કો-ઑપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર અથવા સબ-રજિસ્ટ્રાર પાસેથી નો ઑબ્જેકશન સર્ટિફિકેટ (NOC) લેવાની જરૂર નથી. આ બાબતે રજિસ્ટ્રારનું NOC બિનજરૂરી અને ગેરકાયદે છે.’
ADVERTISEMENT
બાંદરાની કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રીડેવલપમેન્ટ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના H-વેસ્ટ વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રારે ઇશ્યુ કરેલા NOCને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. હાઈ કોર્ટના જસ્ટિસ અમિત બોરકરે આ બાબતે વિગતવાર ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘૨૦૧૯ની ૪ જુલાઈએ બહાર પાડવામાં આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) મુજબ સોસાયટીઓને આ રીતે NOC ઇશ્યુ કરવા માટે રજિસ્ટ્રારને ઑથોરાઇઝ કરવામાં આવેલા નથી. હાઉસિંગ સોસાયટીઓ દ્વારા રીડેવલપમેન્ટ માટે લેવાયેલા નિર્ણય માટે રજિસ્ટ્રાર પાસેથી NOC લેવું એવી કાયદામાં પણ જોગવાઈ નથી અને એવો કોઈ નિયમ પણ નથી. રજિસ્ટ્રારની ભૂમિકા માત્ર સોસાયટીની કમિટી જે નિર્ણય કરે એ નિર્ણયની પ્રક્રિયા પારદર્શક પદ્ધતિથી પૂરી થાય એટલું જોવાની છે.’

