Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણ–શિળફાટાના રહેવાસીઓને પણ હવે મેટ્રોનો લાભ મળી શકશે

કલ્યાણ–શિળફાટાના રહેવાસીઓને પણ હવે મેટ્રોનો લાભ મળી શકશે

Published : 22 February, 2026 07:54 AM | Modified : 22 February, 2026 07:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણ–શિળફાટાનો વિસ્તાર બહુ ઝડપથી ડેવલપ થઈ ગયો છે અને હવે અહીં પણ ગીચ વસ્તી થવા માંડી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણ–શિળફાટાનો વિસ્તાર બહુ ઝડપથી ડેવલપ થઈ ગયો છે અને હવે અહીં પણ ગીચ વસ્તી થવા માંડી છે ત્યારે અહીંના લોકોને પણ મેટ્રોનો લાભ મળી શકે એ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ એની મેટ્રો 12Aને લંબાવવાનો નિર્ણય લીધો છે. 

કલ્યાણના માનપાડાથી લઈને તળોજા, નવી મુંબઈ સુધીના ૧૮.૪ કિલોમીટર લાંબા મેટ્રો 12Aના આ રૂટને ૮૪૧૪.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે MMRDA ડેવલપ કરી રહી છે જે કલ્યાણ–શિળફાટા રોડની સમાંતર દોડશે. એને કારણે મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલીનો પ્રવાસ આસાનીથી થઈ શકશે. MMRDA દ્વારા કલ્યાણમાં હાથ ધરાયેલા ૫૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ફન્ડ અલોકેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ MMRDA દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. શુક્રવારે સંસદસભ્ય શ્રીકાંત શિંદે આ પ્રોજેક્ટની સાઇટ પર MMRDA, કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પ્રોજેક્ટ કૉન્ટ્રૅક્ટરના ઑફિસરો સાથે પહોંચી ગયા હતા અને કામ કઈ રીતે ચાલી રહ્યું છે એની ચકાસણી કરી હતી.



નવી, આધુનિક અને સેફ મોનોરેલ ફરી એક વાર મુંબઈમાં દોડતી થઈ જશે


વારંવાર અટકી જવાની ઘટનાઓ બનતી હોવાથી ચેમ્બુરથી જેકબ સર્કલ સુધી દોડતી મોનોરેલ બંધ કરી દેવામાં આવી હતી. હવે જોકે એમાં ઘણાબધા સુધારા કરવામાં આવ્યા છે અને નવી જ ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. એની સાથે જ મેઇન્ટેનન્સ અને સેફ્ટીને લગતી પણ ઘણી બાબતો સુધારવામાં આવી છે. એથી મોનોરેલને હવે ઇન્ડિપેન્ડન્ટ સેફ્ટી અસેસર પાસેથી મૅન્ડેટરી સેફ્ટી સર્ટિફિકેટ મળી ગયું છે. હવે પ્રવાસીઓ માટે સર્વિસ શરૂ કરવામાં આવે એ પહેલાં મેટ્રો રેલ સેફ્ટીના નિવૃત્ત કમિશનર આખા કૉરિડોરની ચકાસણી કરશે અને ત્યાર બાદ અપ્રૂવલ લઈને એને ફરી ચાલુ કરવામાં આવશે. 

મોનોરેલની આ પ્રગતિ વિશે માહિતી આપતાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરની ટેસ્ટિંગ ઍન્ડ સર્ટિફિકેશન એજન્સી બ્યુરો વેરિટાઝે નવી આવેલી રેક (ટ્રેન) અને કમ્યુનિકેશન-બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ (CBTC) સિગ્નલ સિસ્ટમની ચકાસણી કરીને એને મંજૂરી આપી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK