Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડી કોર્ટમાં જતા રાહુલ ગાંધીને BJPના સમર્થકોએ રસ્તામાં કાળા વાવટા બતાવ્યા

ભિવંડી કોર્ટમાં જતા રાહુલ ગાંધીને BJPના સમર્થકોએ રસ્તામાં કાળા વાવટા બતાવ્યા

Published : 22 February, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાહુલ ગાંધીને આ કેસમાં અગાઉ કૉન્ગ્રેસના નેતા શિવરાજ સિંહ પાટીલે શ્યૉરિટી આપી હતી.

ભિવંડી કોર્ટમાં જઈ રહેલા રાહુલ ગાંધીનો કાળા વાવટા દેખાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

ભિવંડી કોર્ટમાં જઈ રહેલા રાહુલ ગાંધીનો કાળા વાવટા દેખાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઍક્ટિવિસ્ટે દાખલ કરેલા બદનક્ષીના દાવામાં રાહુલ ગાંધી ગઈ કાલે ભિવંડી મૅજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીને આ કેસમાં અગાઉ કૉન્ગ્રેસના નેતા શિવરાજ સિંહ પાટીલે શ્યૉરિટી આપી હતી. શિવરાજ સિંહ પાટીલનું ૧૨ ડિસેમ્બરે નિધન થયું હોવાથી રાહુલ ગાંધીએ નવેસરથી શ્યૉરિટી આપવાની હતી એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે નવેસરથી શ્યૉરિટી આપી હતી અને એ રાજ્યના કૉન્ગ્રેસપ્રમુખ હર્ષવર્ધન સપકાળે આપી હતી. 

જોકે રાહુલ ગાંધી ઍરપોર્ટથી બાય રોડ થાણે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અને મુલુંડ ચેકનાકા પર BJPના કાર્યકરોએ તેમને કાળા વાવટા બતાવીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. બે દિવસ પહેલાં દિલ્હીમાં આયોજિત AI સમિટમાં કૉન્ગ્રેસના કાર્યકરો-સમર્થકો સમિટનો વિરોધ કરવા શર્ટ પહેર્યા વિના જ ઘૂસી ગયા હતા અને નારાબાજી કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું જેને કારણે ઇન્ટરનૅશનલ ઇવેન્ટમાં ભારતને નીચાજોણું થયું હતું. એ ઘટનાના વિરોધમાં મુંબઈ સહિત દેશનાં અન્ય શહેરોમાં પણ રાહુલ ગાંધીનો ગઈ કાલે વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હી, સુરત અને હૈદરાબાદમાં પણ રાહુલ ગાંધી સામે વિરોધ-પ્રદર્શન થયું હતું. મુંબઈમાં પ્રદર્શનકારીઓએ લશ્કર-એ-રાહુલ સહિત કૉન્ગ્રેસને વખોડતા નારા લગાવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK