આસપાસના કુદરતી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે એમ જણાવતાં દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું કે ‘આ રોપવેના નિર્માણ માટે વૃક્ષો કાપવાની જરૂર નહીં પડે અને જમીનસંપાદન પણ ખૂબ જ ઓછું કરવું પડશે.
ભીમાશંકર માટે રોપવેની યોજના
બાર જ્યોતિર્લિંગમાંના એક એવા ભીમાશંકર મંદિર સુધી પહોંચવા માટે એક નવા વિકલ્પ તરીકે રોપવેની વિચારણા કરવામાં આવી રહી છે, જે ભીમાશંકરને રાયગડ જિલ્લાના કર્જત સાથે સીધો જોડાશે. અંદાજે ૬૫૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં એક સાથે ૧૪૪ મુસાફરો મુસાફરી કરી શકશે. જોકે આ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મળવી જરૂરી છે.
મંદિરના ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ચાલી રહેલાં કામોની સમીક્ષા કરવા માટે ભીમાશંકરની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ પ્રધાન દિલીપ વળસે પાટીલે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવિત માર્ગ મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે મુસાફરીને વધુ સરળ બનાવશે; તેઓ હવે સંપૂર્ણપણે રોડ પર આધાર રાખવાને બદલે રોપવે દ્વારા મંદિર સુધી પહોંચી શકશે. બન્ને તરફ એક સમયે ૭૨ મુસાફરો મુસાફરી કરી શકે. આ સુવિધા મંદિર તરફ જતા અને ત્યાંથી પરત ફરતા શ્રદ્ધાળુઓ બન્ને માટે ઉપયોગી થશે.
ADVERTISEMENT
આ પ્રસ્તાવની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે એમાં આસપાસના કુદરતી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે એમ જણાવતાં દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું કે ‘આ રોપવેના નિર્માણ માટે વૃક્ષો કાપવાની જરૂર નહીં પડે અને જમીનસંપાદન પણ ખૂબ જ ઓછું કરવું પડશે. આમ આ પ્રોજેક્ટને એક એવા વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે જે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પાડીને કનેક્ટિવિટી સુધારી શકે છે.’
જોકે આ પ્રસ્તાવને હજુ સુધી અંતિમ મંજૂરી મળી નથી. સૌપ્રથમ મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને રચાયેલી એક પેટા-સમિતિ દ્વારા એને મંજૂરી મળવી જરૂરી છે.
