લોકો વચ્ચે ચર્ચા છે કે આ બન્ને સાથે મળીને કોઈ ફૂડ-કંપની તો નથી શરૂ કરી રહ્યાને?
સચિન તેન્ડુલકર અને બિલ ગેટ્સ
માઇક્રોસૉફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ હાલ ભારતની ટૂર પર છે. તેમણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ માસ્ટર-બ્લાસ્ટ સચિન તેન્ડુલકર સાથે મુંબઈના આઇકૉનિક વડાપાંઉના સ્વાદનો આનંદ માણતા જોવા મળે છે. પક્ષીઓના કલરવ વચ્ચે તેમણે બેન્ચ પર બેસીને સ્ટ્રીટ-ફૂડનો આનંદ માણ્યો હતો. આ વિડિયોમાં સર્વિંગ સૂન-ટૂંક સમયમાં પીરસવામાં આવશે એવા શબ્દો પણ લખાઈને આવ્યા હતા જેના કારણે લોકો વચ્ચે ચર્ચા છે કે આ બન્ને સાથે મળીને કોઈ ફૂડ-કંપની તો નથી શરૂ કરી રહ્યાને?

