Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Salman Khan Firing: રાજસ્થાનમાંથી પાંચમો આરોપી પકડાયો

Salman Khan Firing: રાજસ્થાનમાંથી પાંચમો આરોપી પકડાયો

07 May, 2024 12:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Salman Khan Firing: રાજસ્થાનથી પકડાયેલા આરોપીએ શૂટરોને પૈસા મેળવવા અને રેકી કરવામાં મદદ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) ના ઘરે થયેલ ફાયરિંગના કેસ (Salman Khan Firing) માં મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch) એ મંગળવારે આ કેસમાં પાંચમા આરોપીની રાજસ્થાન (Rajasthan) માંથી ધરપકડ કરી હતી. આરોપીનું નામ મોહમ્મદ ચૌધરી (Mohammed Chaudhary) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,આરોપી ચૌધરીએ બે શૂટર્સ સાગર પાલ (Sagar Pal) અને વિકી ગુપ્તા (Vicky Gupta) ને પૈસા આપવા અને રેકી કરવામાં મદદ કરી હતી.

સલમાન ખાનના ઘરે થયેલ ફાયરિંગમાં કેસ અંગે અપડેટ આપતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, `આરોપી મોહમ્મદ ચૌધરીને આજે મુંબઈ લાવવામાં આવશે ત્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કસ્ટડીની માગણી કરવામાં આવશે.`



તમને જણાવી દઈએ કે, આ પહેલા આ કેસમાં અનુજ થાપન (Anuj Thapan) નામના એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. થાપનના પરિવારે કસ્ટોડિયલ ડેથની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન - સીબીઆઈ (Central Bureau of Investigation - CBI) તપાસની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) નો સંપર્ક કર્યો હતો.


ગત મહિને ૧૪ એપ્રિલે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ (Galaxy Apartment) ની બહાર ફાયરિંગ (Salman Khan Firing) થયું હતું. આ પછી આરોપી મોટરસાઇકલ પર ઘટનાસ્થળ પરથી નાસી ગયો હતો. મુંબઈ પોલીસ (Mumbai Police) ની ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે ગુજરાતના કચ્છમાંથી ફાયરિંગ કરનાર સાગર પાલ અને વિકી ગુપ્તા નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ પછી પંજાબમાંથી વધુ બે આરોપી અનુજ થાપન (Anuj Thapan) અને સોનુ કુમાર ચંદર બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં અનુજ થાપન પર શૂટરોને હથિયાર પૂરા પાડવાનો આરોપ હતો. ૨૬ એપ્રિલે અનુજ થાપનની ધરપકડ એ તપાસમાં મહત્વની સફળતા હતી. આનાથી હુમલાના ગુનેગારોને શસ્ત્રો પૂરા પાડવા માટે જવાબદાર નેટવર્ક પર પ્રકાશ પડ્યો.

૧૪ એપ્રિલે મુંબઈના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટના બાદ આરોપી ભાગી ગયો હતો. ત્યારપછીની ધરપકડોએ આ કેસનું લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ સાથે કનેક્શન જાહેર કર્યું હતું. આ કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) ને વોન્ટેડ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે ફાયરિંગની ઘટનામાં સામેલ તમામ આરોપીઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (Maharashtra Control of Organised Crime Act -MCOCA) લાગુ કર્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK