સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના ઇલેક્શનમાં પરાજય પછી સંજય રાઉતનો ગંભીર આરોપ
સંજય રાઉત
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં મ્યુનિસિપલ ઇલેક્શન્સમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મહાયુતિની ભવ્ય સફળતા પછી શિવસેના (UBT)ના પ્રવક્તા સંજય રાઉતે BJPની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે ‘દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે મળીને આ ઇલેક્શન્સમાં કુલ ૧૫ હજાર કરોડ રૂપિયા ઉડાવી દીધા હતા. તેમણે મતદારોમાં પૈસા વહેંચ્યા હતા અને પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.’ સંજય રાઉતે એવા પણ સંકેત આપ્યા હતા કે ઠાકરે બંધુઓના ગઠબંધનની ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે.


