Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રી દશા શ્રીમાળી જૈન ભોજનાલયના પ્રમુખ, દાનવીર શશિકાન્ત જી. બદાણીનું નિધન

શ્રી દશા શ્રીમાળી જૈન ભોજનાલયના પ્રમુખ, દાનવીર શશિકાન્ત જી. બદાણીનું નિધન

Published : 18 September, 2026 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સદ્ગતની ગુણાનુવાદ સભા શનિવારે બપોરે ૫.૦૦થી ૬.૩૦ વાગ્યે જલારામ હૉલ, જુહુ ખાતે યોજાશે

શશિકાન્ત જી. બદાણી

શશિકાન્ત જી. બદાણી


શ્રી સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી જૈન ભોજનાલય-મુંબઈના પ્રમુખ અને જાણીતા દાનવીર શશિકાન્ત જી. બદાણીનું ૯૭ વર્ષની વયે ૨૦૨૬ની ૧૪ સપ્ટેમ્બરે નિધન થયું છે.અગતરાયના વતની અને વર્ષોથી મુંબઈમાં વસતા શશિકાન્ત બદાણી સ્વપુરુષાર્થથી ખૂબ આગળ વધ્યા હતા. કાંદાવાડી સંઘ અંતર્ગત સૌ પ્રથમ મંજુલા એસ. બદાણી જૈન ક્લિનિકનો પ્રારંભ કર્યો હતો. પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી રાજકોટમાં શિશુમંદિર પ્રાથમિક શાળા, દશાશ્રીમાળી જૈન બોર્ડિંગ, વિરાણી બહેરા-મૂંગા શાળા - પ્રાથમિક શાળા તેમ જ વડનગરમાં બૉય્ઝ હૉસ્ટેલ નામકરણમાં માતબર અનુદાન કર્યું હતું.

સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઈ આરોગ્ય મંદિર સંચાલિત વિદ્યાગુરુ ફાઉન્ડેશન નિર્મિત હૉસ્પિટલમાં ૪ કરોડનું અનુદાન કર્યું હતું. આમ ધાર્મિક, સામાજિક ક્ષેત્રે દાનસરિતા વહાવી હતી. પરિવારમાં શેફાલી, કુમારભાઈ, આદિત્યએ સેવા બજાવી હતી. સદ્ગતની ગુણાનુવાદ સભા શનિવારે બપોરે ૫.૦૦થી ૬.૩૦ વાગ્યે જલારામ હૉલ, જુહુ ખાતે યોજાશે. 


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK