° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


ઑનલાઈન ડેટિંગ સાઈટ પર શોધી બહેન, પોતાને ધન્ય માને છે આ શખ્સ

11 August, 2022 12:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેટલાક લોકો આવી સાઈટ્સનો ઉપયોગ ઘર અને દુકાન શોધવા માટે પણ કરતા હોય છે. પણ જ્યારે તમને ખબર પડે કે ડેટિંગ એપ પરથી આ છોકરાએ પોતાની માટે બહેન શોધી છે એ સાંભળીને તમે ચોક્કસ અચંબામાં પડી જશો. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક Rakshabandhan

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

ટિન્ડર અને આવી બીજી ડેટિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ ડેટિંગ અને લગ્ન માટે પાર્ટનર શોધવા કરવામાં આવતો હોય છે. કેટલાક લોકો આવી સાઈટ્સનો ઉપયોગ ઘર અને દુકાન શોધવા માટે પણ કરતા હોય છે. પણ જ્યારે તમને ખબર પડે કે ડેટિંગ એપ પરથી આ છોકરાએ પોતાની માટે બહેન શોધી છે એ સાંભળીને તમે ચોક્કસ અચંબામાં પડી જશો. 

ખરેખર એવી એક ઘટના સામે આવી છે. જ્યાં મુંબઈના એક છોકરાએ ભાવુક પોસ્ટ સાથે ડેટિંગ સાઇટ ટિંડર પર લખ્યું છે કે તેને રક્ષાબંધનના દિવસે એકલવાયું અનુભવાય છે અને તેને બહેન જોઈએ છે. આ શખ્સે પોતાના બાયોમાં પણ લખ્યું છે કે, "હું રક્ષાબંધનના દિવસે એકલતા અનુભવું છું. મારી કોઈ બહેન નથી. રક્ષાબંધન પર હૈંગ આઉટ કરવા માટે બહેનની શોધમાં છું."

ચોંકાવનારી વાત એ છે કે તેને રક્ષાબંધન માટે એક નહીં પણ બે બહેનો મળી છે. તેણે પોતાના આ મિશનમાં સફળતા મેળવ્યા બાદ ટિંડરનો આભાર માન્યો અને કહ્યું મને બન્ને બહેનો ખૂબ જ ગમે છે. આ વખતે અમે ત્રણેય મળીને રક્ષાબંધન ઉજવીશું. 

જો કે, આવું પહેલીવાર નથી થયું જ્યારે ડેટિંગ સાઈટનો ઉપયોગ ડેટિંગ સિવાય અન્ય કોઈ કામ માટે કરવામાં આવ્યો હોય. આ પહેલા કેરળના શખ્સે ડેટિંગ સાઇટ પર ફ્લેટ શોધ્યો હતો, તે સમયે પણ એ ઘટના ચર્ચાનો વિષય બની હતી, પણ આ વખતે તો આ કંઇક અજૂગતું જ બન્યું.

11 August, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Mumbai:એરપોર્ટ પર મુસાફરો અને ક્રુ મેમ્બર્સ ગરબાના તાલે હિલોળે ચડ્યા, જુઓ વીડિયો

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)નો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મુસાફરો તેમજ ફ્લાઈટના ક્રૂ મેમ્બરો ગરબાની રમઝટ બોલાવતાં જોવા મળી રહ્યાં છે.

05 October, 2022 01:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai: ચાર કાર અને એમ્બ્યુલેન્સ એક સાથે અથડાયાં, પાંચના મોત, 3 ગંભીર રીતે ઘાયલ

બાંદ્રા વર્લી સી લિંક (Bandra Worli Sea Link Accident)પર ચાર કાર અને એક એમ્બ્યુલન્સ એકસાથે ટકરાઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

05 October, 2022 11:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ટ્રેનમાં ભીડનો ફાયદો ઉઠાવીને ગુજરાતીનો મોબાઇલ ફોન ચોરનાર આરોપીની ધરપકડ

અંધેરી રેલવે-પોલીસની કાર્યવાહી બાદ આરોપી પાસેથી બે મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા

05 October, 2022 11:28 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK