Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુરુવારે અને શુક્રવારે પોઇસર જિમખાનમાં બ્રહ્મક્ષત્રિય સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ

ગુરુવારે અને શુક્રવારે પોઇસર જિમખાનમાં બ્રહ્મક્ષત્રિય સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ

Published : 23 April, 2026 09:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૪માં રમાયેલી પાંચમી સીઝનમાં બ્રહ્મક્ષત્રિય બ્લેઝફાયર ટીમ ચૅમ્પિયન બની હતી. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્રહ્મક્ષત્રિય સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચરલ અસોસિએશન દ્વારા બ્રહ્મક્ષત્રિય સમાજના ખેલાડીઓ માટે આજે અને આવતી કાલે કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં બે દિવસીય ટેનિસ ક્રિકેટ લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની આ છઠ્ઠી સીઝનમાં બ્રહ્મક્ષત્રિય બ્લેઝફાયર, બ્રહ્મક્ષત્રિય સુપરકિંગ્સ, બ્રહ્મક્ષત્રિય ટાઇગર્સ, ખત્રી કે ખિલાડી, ખત્રી સ્ટ્રાઇકર્સ અને પેઇન્ટ અરોમા‍ મળીને કુલ ૬ ટીમ સામેલ છે. રાઉન્ડ રૉબિન ફૉર્મેટ પ્રમાણે દરેક ટીમ એકમેક સામે એક-એક લીગ મૅચ રમશે. લીગ રાઉન્ડના અંતે ટૉપની બે ટીમો વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. લીગ રાઉન્ડ પાંચ-પાંચ ઓવરનો અને ફાઇનલ મૅચ ૧૦-૧૦ ઓવરની રમાશે. આજે સવારે ૮.૩૦ વાગ્યે દ્રોણાચાર્ય અવૉર્ડ વિજેતા કોચ દિનેશ લાડના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થશે. શુક્રવારે બપોરે બેથી ૪ વાગ્યા દરમ્યાન ફાઇનલ મૅચ રમાશે. ત્યાર બાદ પ. પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી રાજકુમારજી મહારાજ તથા ક્રિકેટર સિદ્ધેશ લાડની ઉપસ્થિતિમાં પ્રાઇઝ-ડિસ્ટ્રિબ્યુશન સમારંભ યોજાશે. 
૨૦૨૪માં રમાયેલી પાંચમી સીઝનમાં બ્રહ્મક્ષત્રિય બ્લેઝફાયર ટીમ ચૅમ્પિયન બની હતી. 


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK