Thane Accident: શાહપુર તાલુકાના વિહીગાંવ ખોડાલા ગામ પાસે આ અકસ્માત થતાં જ સિનિયર સીટીઝનનું મૃત્યુ થયું હતું
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગઇકાલે એક ભયંકર અકસ્માત (Thane Accident)ની ઘટના સમય એઆવી હતી. અપર વૈતરણા ડેમ પાસે એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) સાથે આ દુર્ઘટના થઈ હતી. શાહપુર તાલુકાના વિહીગાંવ ખોડાલા ગામ પાસે આ અકસ્માત થયો હોવાના અહેવાલ છે.
કહેવાય છે કે આ SUV 200 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાને કારણે એક સિનિયર સીટીઝનનું મૃત્યુ થયું હતું અને આ સાથે જ અન્ય આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેટલા પણ લોકો આ દુર્ઘટનાને કારણે ઘાયલ થયા છે તેમાંથી બે લોકોની હાલત ખૂબ જ નાજુક છે.
ADVERTISEMENT
કયા કારણોસર આ દુર્ઘટના બની?
પ્રાપ્ત અહેવાલો (Thane Accident) અનુસાર જીપના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના વાહન પલટી ખાઈને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક ગ્રામવાસીઓ દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. આ સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. આખી ટીમ ઘટનાસ્થળે આવીને અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવાની કોશિશ કરી હતી.
જે લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી તે તમામ ઈજાગ્રસ્તોને કસારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. બે લોકોની હાલત વધારે ખરાબ હોઇ તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં ળ;ઐ જવામાં આવ્યા છે ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
આ સિનિયર સીટીઝનનું મોત થયું
જે લોકોને ગંભીર ઇજાઓ (Thane Accident) થઈ હતી તેમાંથી એક ૬૫ વર્ષના ઇજાગ્રસ્ત દાદુ ઝુગરેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. અન્ય જે આઠ લોકો ઘાયલ થયા છે તેમાંથી સાત લોકો આ સિનિયર સીટીઝનનું મૃત્યુ થયું છે તેમના જ પરિવારજન છે. જ્યારે અન્ય એક વાહનનો ડ્રાઈવર પોતે છે. સાન્યા ઝુગરે (ઉંમર 60), ભારતી ઝુગરે (ઉંમર 18), સુરેશ થોમ્બરે (ઉંમર 30), ઉષા ઝુગરે (ઉંમર 30), અતિ ઝુગરે (ઉંમર 38), અંકિતા ઝુગરે (ઉંમર 16), આદિત્ય ઝુગરે (ઉંમર 08), લેવલ તેમાંથી બે, ઝુગ્રે (ઉંમર 45) આટલા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ દુર્ઘટના (Thane Accident) બાદ એવું પણ કહેવાઈ રહ્યું છે કે જે વાહન અસરગ્રસ્ત થયું તે વાહન મોટા જળાશયના કિનારે ફસાઈ ગયું હતું. જેને કારણે મોટી હોનારત ટળી હતી. નહિતર વધારે લોકો મૃત્યુ થાત. વાહન ઊંડે ખીણમાં ખાબક્યા બાદ જો વધુ પાંચ ફૂટ ઉતરી ગયું હોત તો ઘણા બધા નિર્દોષ લોકો ડૂબીને મરી ગયા હોત. પરંતુ સદનસીબે તે તમામ બચી ગયા.