Thane Crime: ટેક્સીમાં સવાર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી; પોલીસે આરોપીઓ પાસેથી ૭૫૦૦ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા હતા અને વાહન પણ જપ્ત કર્યું હતું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પોલીસ (Police)એ થાણે (Thane)માંથી વધુ એકવાર ગાંજો જપ્ત કર્યો છે અને ત્રણ લોકોની ધરપકડ કરી છે.
બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસે મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જિલ્લામાં એક ટેક્સીમાંથી ૬.૮૯ લાખ રૂપિયાની કિંમતનો ૩૪ કિલો ગાંજો જપ્ત કર્યો છે અને આ સંબંધમાં ચાર વ્યક્તિઓની ધરપકડ (Thane Crime) કરી છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.
ADVERTISEMENT
ગુપ્ત માહિતીના આધારે, પોલીસે ૨૯ મેના રોજ મીરા ગાંવથણ (Mira Gaothan) વિસ્તારના મહાજનવાડી (Mahajanwadi) ખાતે ત્રણ વ્યક્તિઓને લઈ જતી ટેક્સીને અટકાવી હતી. મીરા ભાયંદર-વસઈ વિરાર પોલીસ (Mira Bhayander-Vasai Virar Police)ના સહાયક પોલીસ કમિશનર ડૉ. વિજયકુમાર મરાઠે (Dr Vijaykumar Marathe)એ જણાવ્યું હતું કે, વાહનની સંપૂર્ણ તપાસમાં ૩૪.૪૮૪ કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા દારૂની કિંમત ગેરકાયદેસર બજારમાં રૂ. ૬,૮૯,૬૮૦ હોવાનો અંદાજ છે. ટેક્સીમાં સવાર ત્રણ લોકો, જેમાં તેના ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે, જે બધા પડોશી મુંબઈ (Mumbai)ના રહેવાસી છે, તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૭૫૦૦ રુપિયા રોકડા પણ જપ્ત કર્યા હતા અને વાહન પણ જપ્ત કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તપાસ દરમિયાન, પોલીસે મંગળવારે નવી મુંબઈ (Navi Mumbai)ના કામોથે (Kamothe)ના રહેવાસી, એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી, જેણે અન્ય આરોપીઓને દારૂ પૂરો પાડ્યો હોવાનો આરોપ છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
નવી મુંબઈમાં ૨.૭ લાખ રૂપિયાના હાઇડ્રો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ
બીજા એક કેસમાં, પોલીસે મહારાષ્ટ્રના નવી મુંબઈ ટાઉનશીપ (Navi Mumbai Township)માં ૨.૭૮ લાખ રૂપિયાના હાઇડ્રો ગાંજા સાથે ૨૩ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ ૨૯ મેના રોજ જણાવ્યું હતું. મંગળવારે વહેલી સવારે વાશી (Vashi) વિસ્તારમાં જુઈ પુલ નીચે એક સ્કૂટર પર બે માણસો શંકાસ્પદ રીતે ફરતા જોવા મળ્યા હતા. પોલીસે તેમને અટકાવ્યા અને તપાસ દરમિયાન તેમના વાહનની ડિકીમાં છુપાયેલો હાઇડ્રો ગાંજો મળી આવ્યો, એમ વાશી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજો ભાગી જવામાં સફળ રહ્યો હતો.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (Narcotic Drugs and Psychotropic Substances - NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, એમ પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પોલીસ હવે દારૂના સ્ત્રોત અને આરોપીઓ કોને વેચવાની યોજના બનાવી રહ્યા હતા તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

