Thane Fire: આજે થાણે વેસ્ટમાં એક પ્રિન્ટિંગ શૉપ આગની લપેટમાં આવી ગઇ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તરત દોડી આવી હતી. ઝડપભેર આગ ઓલવવાની કામગીરી હાથ ધરાતાં પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાઇ છે અને મોટો હાદસો થતાં થતાં રહી ગયો છે.
ઘટનાસ્થળનું દૃશ્ય
થાણેમાંથી આગ લાગવાની એક ઘટના (Thane Fire) બની છે. આજે થાણે વેસ્ટમાં એક પ્રિન્ટિંગ શૉપ આગની લપેટમાં આવી ગઇ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તરત દોડી આવી હતી. ઝડપભેર આગ ઓલવવાની કામગીરી હાથ ધરાતાં પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાઇ છે અને મોટો હાદસો થતાં થતાં રહી ગયો છે.
જાનહાનિ નથી થઈ
ADVERTISEMENT
આ ઘટના વિશે વાત કરતાં અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને આજે ૧૧મી ફેબ્રુઆરીના રોજ રાત્રે ૧૨.૪૧ની આસપાસ આ વિશે જાણ કરવામાં આવી હતી. થાણે (પશ્ચિમ)ના જય ભવાની નગરમાં જરીમરી દેવીનું મંદિર આવેલું છે. આ જ મંદિરની નજીક આવેલ એક હેપ્પી પ્રિન્ટ્સ નામની શૉપમાં રહેલ લેસર મશીનમાં આગ (Thane Fire) લાગી હતી.
આગ કાબૂમાં લેવાઈ ગઇ છે
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના વિશે નંદા પાટિલે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. જે દુકાન આગની લપેટમાં આવી છે એ પ્રિન્ટિંગની શૉપ અરવિંદ હલવાઈની માલિકીની છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કહે છે કે આગની જાણ થતાં જ ગોકુળનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, એક પિકઅપ વૅન સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને એક ફાયર એન્જિન અને એક રેસ્ક્યૂ વૅન સાથે ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના અધિકારીઓ લગભગ ૧૨.૫૦ વાગ્યાની આસપાસ તો આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા. ટીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી.
૧૩ વીજ મીટર આગમાં ભડથું થયાં
આવી જ એક અન્ય ઘટના વિશે વાત કરવામાં આવે તો થાણેમાં પાંચ માળની રહેણાંક ઈમારતમાં આગ ભભૂકી ઊઠી હતી. આ આગમાં ૧૩ વિદ્યુત મીટરને નુકસાન થયું હોવાનું સિવિક અધિકારીઓએ આજે જણાવ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી એમ તેમણે આગળ જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે, મહાગિરી માર્કેટ વિસ્તારમાં ત્રિમૂર્તિ રેસીડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર બોક્સ કેબિનમાં ગઇકાલે રાત્રે આગ (Thane Fire) લાગી હતી.
મુંબરાના જંગલમાં આગ
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે સોમવારે સાંજે થાણેમાં મુંબરા બાયપાસની બાજુમાં મુંબરાદેવી મંદિરની પાછળના જંગલવાળા પહાડી વિસ્તારમાં આગ લાગી (Thane Fire) હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબરા ફાયર સ્ટેશનથી સાંજે ૭.૪૩વાગ્યે આ બાબતે જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો એક ફાયર એન્જિન અને બચાવ વાહન સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.


