Thane Fire: ધ બ્લુ રૂફ ક્લબના બેન્ક્વેટ હોલમાં લગ્ન પ્રસંગ માટે હજારથી પણ વધારે મહેમાનો ભેગા થયા હતા. જોકે, અહીં આગ લાગ્યા બાદ મહેમાનોને કોઈ ઈજા થઇ નથી.
ફાઇલ તસવીર
ગઈકાલે મોડી રાત્રે થાણે વેસ્ટમાં આવેલ ધ બ્લુ રૂફ ક્લબમાં આગ લાગવાની બીના (Thane Fire) બની હતી. અહીં લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન આગ ભભૂકી ઊઠી હતી. આ બાબતે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓએ માહિતી આપી હતી. ધ બ્લુ રૂફ ક્લબના બેન્ક્વેટ હોલમાં લગ્ન પ્રસંગ માટે હજારથી પણ વધારે મહેમાનો ભેગા થયા હતા. જોકે, અહીં આગ લાગ્યા બાદ મહેમાનોને કોઈ ઈજા થઇ નથી. ગઈકાલે આશરે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ઘોડબંદર રોડ પર આવેલ આ ક્લબમાં આગ લાગી હતી.
ટ્રાફિક પણ ખોરવાયો હતો
ADVERTISEMENT
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીના જણાવ્યા અનુસાર `ધ બ્લુ રૂફ ક્લબ`માં એક કેબિનની બહાર રાખવામાં આવેલી મંડપ સજાવટની સામગ્રીમાં આગ (Thane Fire) શરુ થઇ હતી. તે સમયે સ્થળ પર લગ્નનું રિસેપ્શન ચાલી રહ્યું હતું. દુર્ઘટનાના સમયે સ્થળ પર આશરે હજારથીબારસો જેટલા મહેમાનો ભેગા થયા હતા. આગ લાગવાની જાણ થતાં જ મહેમાનોને સુરક્ષિત રીતે સ્થળની બહાર ખસેડવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ ન થાય. જોકે, ફાયર અધિકારીઓ સમયસર આવી ગયા હતા. જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જાનહાનિ થઇ નથી પણ આગ વિકરાળ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગે તાત્કાલિક ફાયર બ્રિગેડને સ્થળ પર મોકલી દીધી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયર બ્રિગેડની ટીમો તરફથી બે ફાયર એન્જિન, એક રેસ્ક્યુ વેન અને એક અન્ય યુટીલીટી વેહિકલ મોકલવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર અધિકારીઓએ મોડી રાત સુધી કૂલિંગ ઓપરેશન ચાલુ રાખ્યું હતું જેથી ફરી આગ (Thane Fire) ભભૂકે નહીં. લગભગ મોડી રાત્રે જ આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દરમિયાન લોકોની ભીડને મેનેજ કરવા અને ઘોડબંદર રોડ પર ટ્રાફિકની અવરજવરને મેનેજ કરવા માટે પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
મરીન ડ્રાઈવ ખાતે આગની ઘટના બની
૧૭મી ડિસેમ્બરના રોજ દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઇવ ખાતે કોસ્ટલ રોડ પ્રોજેક્ટ નજીક આગ (Thane Fire) લાગી હતી. પ્રારંભિક માહિતી સૂચવે છે કે દરિયાકાંઠે ચાલતી કેબલમાં આગ લાગી હતી. આખો વિસ્તાર ગાઢ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ધુમાડો કોસ્ટલ રોડ ટનલના કેટલાક ભાગોમાં પ્રવેશી ગયો હતો, જેના કારણે ટ્રાફિક પણ ખોરવાયો હતો. આ તબક્કે ઉત્તર મુંબઈ તરફનો ટ્રાફિક થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ દુર્ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.


