Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે ફાયર ન્યૂઝ: થાણે બિલ્ડિંગની આગ એટલી ભયાવહ હતી કે 95 ઇલેક્ટ્રિક મીટર્સ બળી ગયાં

થાણે ફાયર ન્યૂઝ: થાણે બિલ્ડિંગની આગ એટલી ભયાવહ હતી કે 95 ઇલેક્ટ્રિક મીટર્સ બળી ગયાં

Published : 17 April, 2025 11:26 AM | Modified : 18 April, 2025 07:12 AM | IST | Thane
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane Fire News: રહેણાંક બિલ્ડિંગના પાવર મીટર રૂમમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 95 જેટલાં ઇલેક્ટ્રિક મીટરને નુકસાન થયું હતું.

તસવીર સૌજન્ય : ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન)

તસવીર સૌજન્ય : ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન)


Thane Fire News: મુંબઈના થાણે વિસ્તારમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના સામે આવી છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (આરડીએમસી) અનુસાર સાત માળની રહેણાંક બિલ્ડિંગના પાવર મીટર રૂમમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં 95 જેટલાં ઇલેક્ટ્રિક મીટરને નુકસાન થયું હતું.


ક્યાં બની છે આ દુર્ઘટના?



દિવામાં દિવા-અગાસન રોડ પર આવેલા ધર્મવીર નગરમાં સાવિત્રીબાઈ ફુલે બિલ્ડિંગમાં આ ઘટના બની છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ આજે સવારે લગભગ 5:16 વાગ્યે દિવા ફાયર સ્ટેશન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમને કરવામાં આવી હતી. આગ ફાટી નીકળ્યા બાદ સમગ્ર  બિલ્ડિંગ ધુમાડો (Thane Fire News) છવાઈ ગયો હતો, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો બચવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા.


થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર આ ગ્રાઉન્ડ પ્લસ સાત માળની બિલ્ડિંગ છે. જેના બી-વિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર રૂમ આવેલો છે. ત્યાં જ આ આગ ભભૂકી ઉઠી હતી. અગ્નિશામકોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા એક ફાયર એન્જિન મોકલી આપ્યું હતું અમે સાથે બચાવ વાહન તૈનાત કરવામાં આવ્યું હતું.

બિલ્ડિંગનો વીજપુરવઠો કાપી નખાયો


પ્રાપ્ત માહિતી અનુસાર ભયાવહ રીતે ફાટેલી આ આગે 95 વિદ્યુત મીટરને ખાક કરી નાખ્યા હતા. જેના કારણે વીજ પુરવઠાકારને સલામતીના કારણોસર તરત જ ઇમારતનો વીજ પુરવઠો કાપી નાખવો પડ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સવારે 6:16 વાગ્યે આગ પર કાબૂ (Thane Fire News) મેળવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે જણાવ્યું હતું કે આ આગ કઇ રીતે લાગી હતી તે પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ જ પ્રમાણે એક બીજી આગની ઘટનાએ પણ થાણેવાસીઓને હચમચાવી નાખ્યા. 14 એપ્રિલે થાણે જિલ્લામાં સાત માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી, એમ નાગરિક અધિકારીઓએ પુષ્ટિ કરી હતી. જો કે આ આગની ઘટનામાં પણ કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (આરડીએમસી) અનુસાર, દિવાના ચૌધરી કમ્પાઉન્ડમાં ફડકે પાડા તળાવ નજીક સ્થિત ઇકો સ્ટેટ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત મીટર રૂમમાં સવારે 11:02 વાગ્યે આગ લાગી (Thane Fire News) હોવાનું જણાવ્યું હતું.

દિવા ફાયર સ્ટેશનના કર્મચારીઓએ તાત્કાલિક આ આગની ઘટનાને ઓલવવાનો પ્રયાસ (Thane Fire News) કર્યો હતો. અને આ સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લવાઈ હતી. સલામતીના પગલા તરીકે ઇમારતનો વીજપુરવઠો અસ્થાયી રૂપે કાપી નાખવામાં આવ્યો હતો. સવારે 11:40 વાગ્યે આગને સંપૂર્ણ રીતે બુઝાવી દેવામાં આવી હતી અને તમામ રહેવાસીઓ સલામત હોવાનું જાણવા મળ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2025 07:12 AM IST | Thane | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK