Thane News: ઘણા સમયથી બંધ એવા પાંચ માળના ઓમ સાગર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. બારીનો આંશિક ભાગ તૂટી ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
Thane News: મુંબઈમાંથી એક ભયાવહ સમાચાર મળી રહ્યા છે. થાણેની એક બિલ્ડિંગના ચોથા માળ પરથી એક બારીનો ભાગ આંશિક રીતે તૂટી પડ્યો પડવાની ઘટના બની હતી. પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે આ બારીનો ભાગ તૂટી પડવાને કારણે લોખંડની ગ્રીલ લટકી પડી હતી. આ દુર્ઘટના થવાને કારણે સત્તાવાળાઓને નજીકના બે મકાનોને અસ્થાયી ધોરણે ખાલી કરાવી નાખ્યા હતા.
ક્યાં બની છે ઘટના?
ADVERTISEMENT
આ ઘટના મહારાષ્ટ્રના થાણેમાં ખારકર અલી વિસ્તારમાં બની છે. અહીં ઘણા સમયથી બંધ એવા પાંચ માળના ઓમ સાગર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. ગઇકાલે રાત્રે લગભગ 10.34 વાગ્યે બનેલી ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર મળ્યા નથી.
ત્રણ વર્ષથી કોઈ આ બિલ્ડિંગમાં રહેતું નહોતું
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Thane News) સેલના વડા યાસિન તડવીએ આ ઘટના મામલે જણાવ્યું હતું કે 38 વર્ષ જૂના માળખાને સી-1 કેટેગરી (અત્યંત જોખમી) બિલ્ડિંગ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. સલામતીની ચિંતાઓને પગલે ત્રણ વર્ષ પહેલા જ તેને ખાલી કરવામાં આવ્યું હતું.
ગઇકાલે અચાનક ચોથા માળની બારીની એક ફ્રેમનો આંશિક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે જોડાયેલ લોખંડની ગ્રીલ પણ તૂટી ગઈ હતી અને જોખમી રીતે લટકી ગઈ હતી. જેને કારણે તે નજીકના અન્ય રહેવાસીઓ અને બીજી સ્થાવર મિલકતો માટે જોખમી હતી. એવું અધિકારીઓએ જણાવ્યું હતું.
Thane News: આ ગ્રીલનો ભાગ લટકી ગયો હોવાની માહિતી સ્થાનિક વ્યક્તિ દ્વારા નૌપાડા-કોપરી નાગરિક વોર્ડ સમિતિના અધિકારીઓને કરાઇ હતી. ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપન સ્ટાફ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ આ સ્થળે પહોંચ્યા હતા.
જાહેર સલામતીનું ધ્યાન રાખતાં થાણેની આ બિલ્ડિંગની બાજુમાં આવેલા બે એકએક માળના મકાનોને તરત જ અસ્થાયી ધોરણે ખાલી કરાવવામાં આવ્યા હતા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બની હતી. જોકે, રાત્રે અપૂરતી લાઇટિંગને કારણે તૂટેલી ગ્રીલને દૂર કરવાની કામગીરી સોમવાર સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
Thane News: અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા જોખમી વિસ્તારને કવર કરી લેવામાં આવ્યો છે. લોખંડની ગ્રીલને સુરક્ષિત રીતે તોડી પાડવામાં ન આવે ત્યાં સુધી જાહેર પ્રવેશને રોકી દેવામાં આવ્યો છે. એટલા વિસ્તારમાં બેરિકેડ કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ અધિકારીઓએ નાગરિકોને જૂની અથવા ખાલી ઇમારતોમાં માળખાકીય અસ્થિરતાના કોઈપણ સંકેતોની જાણ આપત્તિ વ્યવસ્થાપન હેલ્પલાઈનને કરવા અપીલ કરી છે જેથી તેને કારણે કોઈપણ પ્રકારના મોટા અકસ્માતો ટાળી શકાય.
આવી જ એક અન્ય ઘટનાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના થાણે શહેરમાં ધુળિયા તોફાન પછી અનધિકૃત ગગનચુંબી ઈમારતને નુકસાન થયું હતું અને એમાંથી કેટલાક રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે મુંબ્રા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી.

