Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નેસ્કોની કૉન્સર્ટના ડ્રગ્સકાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

નેસ્કોની કૉન્સર્ટના ડ્રગ્સકાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Published : 19 April, 2026 09:27 AM | IST | Mumbai
Samiullah Khan

આયુષ કલ્યાણમાં રહે છે અને ડ્રગ-સપ્લાય માટે સ્થાનિક વર્તુળોમાં કુખ્યાત હોવાનું મનાય છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વનરાઈ પોલીસે ગયા અઠવાડિયે ગોરેગામ-ઈસ્ટના નેસ્કો સેન્ટરમાં ઓવરડોઝથી થયેલા મૃત્યુના કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે જેનાથી કસ્ટડીમાં રહેલા આરોપીઓની કુલ સંખ્યા ૯ થઈ છે. પોલીસનું માનવું છે કે શહેરની તમામ પ્રીમિયમ ઇવેન્ટ્સમાં કાર્યરત એક સુવ્યવસ્થિત નાર્કોટિક્સ નેટવર્ક છે. આયુષ સાહિત્ય નામનો મુખ્ય આરોપી દિવસો સુધી ધરપકડથી બચ્યા બાદ રાયગડ જિલ્લાના પોલાદપુરથી ગઈ કાલે વહેલી સવારે ઝડપાયો હતો. આયુષ કલ્યાણમાં રહે છે અને ડ્રગ-સપ્લાય માટે સ્થાનિક વર્તુળોમાં કુખ્યાત હોવાનું મનાય છે. પોલીસ-સૂત્રોએ કહ્યું હતું કે તેણે અનેક આરોપીઓને ખાસ કરીને એક્સ્ટસી ગોળીઓ મેળવવવામાં અને વિતરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 09:27 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK