Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડ્યુટી પર દારૂ પીતા ઝડપાયા TMCની ગાર્બેજ ટ્રકના ડ્રાઇવર-ક્લીનર

ડ્યુટી પર દારૂ પીતા ઝડપાયા TMCની ગાર્બેજ ટ્રકના ડ્રાઇવર-ક્લીનર

Published : 17 July, 2026 09:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયો બનાવનાર નાગરિક પર ગાડી ચડાવવાનો પ્રયાસ

TMCની ગાર્બેજ ટ્રકમાં દારૂ પીતા કર્મચારી.

TMCની ગાર્બેજ ટ્રકમાં દારૂ પીતા કર્મચારી.


તાજેતરમાં જ મુલુંડમાં BESTની બસના એક ડ્રાઇવરે સેવપૂરી ખાવા માટે મુસાફરો ભરેલી બસને ૨૦ મિનિટ સુધી રસ્તા પર ઊભી રાખી હોવાની ઘટના સામે આવી હતી. ત્યાં હવે થાણેમાંથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના કર્મચારીઓની આવી જ એક મોટી બેદરકારી અને જોહુકમીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થાણેના કાપુરબાવડી વિસ્તારમાં ટ્રાફિક ઑફિસ નજીક રિતુ પાર્ક પાસે બુધવારે ધોળા દિવસે, બપોરે ૧ વાગ્યે TMCની ગાર્બેજ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ફરજ પર હોવા છતાં જાહેરમાં દારૂ પીતા રંગેહાથ ઝડપાયા હતા.

આ શરમજનક ઘટના એક સ્થાનિક રહેવાસીએ પોતાના મોબાઇલ કૅમેરામાં કેદ કરી લીધી હતી, તેમ છતાં નશામાં ધુત ડ્રાઇવરે શરમ અનુભવવાને બદલે દાદાગીરી શરૂ કરી દીધી હતી. ડ્રાઇવરે વિડિયો શૂટ કરી રહેલા નાગરિકને માત્ર ધમકાવ્યો જ નહીં, તેને ડરાવવાના ઇરાદાથી ગાર્બેજ ટ્રક તેના તરફ હંકારીને તેના પર ચડાવવાનો પણ ભયાનક પ્રયાસ કર્યો હતો.



આ ગંભીર બાબત સામે આવ્યા બાદ TMCના ઉચ્ચ અધિકારીઓ જાગ્યા છે અને તેમણે આ મામલે યોગ્ય તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK