Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરીના જિમમાં મેઇન ગેટનો કાચ તોડીને કાર અંદર ઘૂસી ગઈ

અંધેરીના જિમમાં મેઇન ગેટનો કાચ તોડીને કાર અંદર ઘૂસી ગઈ

Published : 27 June, 2026 12:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્લોપને કારણે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં થયો અકસ્માત, જિમમાં બેઠેલી રિસેપ્શનિસ્ટ ઘાયલ

અંધેરીના જિમમાં ઘૂસી ગયેલી કાર

અંધેરીના જિમમાં ઘૂસી ગયેલી કાર


અંધેરીના મરોલમાં કાણકિયા રેઇન ફૉરેસ્ટ કૉમ્પ્લેક્સ પાસે આવેલા ફિટનેસ બૉસ ધ જિમમાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યે લાલ રંગની એક કાર ઘૂસી ગઈ હતી. જિમનો મેઇન ગેટ અને કાચ તોડીને કાર અંદર સુધી ઘૂસી જતાં જિમના ગેટ પાસે અંદરની બાજુએ રિસેપ્શન પર બેસેલી ૨૧ વર્ષની રિસેપ્શનિશ્ટ સાનિયા ખાન ઘાયલ થઈ હતી. તેને હાથમાં ઈજા થવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે ત્યાં સ્લોપ છે. કારનો ડ્રાઇવર એ સ્લોપ પર કાર કન્ટ્રોલ ન કરી શકતાં આ અકસ્માત થયો હતો. કારના ડ્રાઇવરે સ્લોપ ઊતરીને લેફ્ટમાં ટર્ન લેવાનો હતો, પણ એ ટર્ન ન લઈ શકતાં કાર સીધી સામેની તરફ જિમમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં કારના ડ્રાઇવરની ભૂલ હતી કે કારમાં કોઈ મેકૅનિકલ ફૉલ્ટને કારણે આ અકસ્માત થયો એની તપાસ ચાલી રહી છે.  


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK