અંધેરીમાં ૯૮૯ ટૂ-વ્હીલર અને ૩૬૩ કાર સહિત ૧૩૫૨ નવાં વાહનો નોંધાયાં
પ્રતીકાત્મક તસવીર
અખાત્રીજના શુભ પર્વે મુંબઈગરાઓએ સોનાની સાથે-સાથે નવાં વાહનોની ખરીદીમાં પણ ભારે ઉત્સાહ દાખવ્યો છે. તાજેતરના આંકડા મુજબ ૧૧ એપ્રિલથી ૧૯ એપ્રિલ દરમ્યાન મુંબઈની વિવિધ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં કુલ ૭૦૭૨ નવાં વાહનોની નોંધણી થઈ છે. એમાં ટૂ-વ્હીલર વાહનોનો દબદબો જોવા મળ્યો હતો. ડીલરોના જણાવવા મુજબ અનેક ગ્રાહકોએ અખાત્રીજના દિવસે જ વાહનની ડિલિવરી લેવા માટે અગાઉથી જ બુકિંગ કરાવી રાખ્યું હતું.
મુંબઈના ચાર મુખ્ય RTOના ડેટા
વડાલા ખાતે ૧૫૫૧ ટૂ-વ્હીલર અને ૪૩૯ કાર સાથે કુલ ૧૯૯૦ નવાં વાહનોની નોંધણી થઈ છે.
મુંબઈ સેન્ટ્રલમાં ૧૩૭૪ ટૂ-વ્હીલર અને ૫૪૨ કાર સહિત ૧૯૧૬ નવાં વાહનો નોંધાયાં.
બોરીવલી ૧૩૯૪ ટૂ-વ્હીલર અને ૪૨૦ કાર સાથે ૧૮૧૪ નવાં વાહનો નોંધાયાં.
અંધેરીમાં ૯૮૯ ટૂ-વ્હીલર અને ૩૬૩ કાર સહિત ૧૩૫૨ નવાં વાહનો નોંધાયાં.
ADVERTISEMENT
આંકડાબાજી
૧૧ એપ્રિલથી ૧૯ એપ્રિલ
૫૩૦૮- ટૂ-વ્હીલરનું રજિસ્ટ્રેશન
૧૭૬૪- કારનું રજિસ્ટ્રેશન
૭૦૭૨ - નવાં વાહનોનું રજિસ્ટ્રેશન
