આ વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઝડપથી ફેલાયો છે અને નેટિઝન્સ તરફથી આકરી ટીકા થઈ રહી છે
નાની દીકરી સાથે આવીને એક વ્યક્તિએ દરિયામાં કચરાની થેલી ઠાલવી હતી.
ગેટવે ઑફ ઇન્ડિયા નજીક એક વ્યક્તિ દરિયામાં કચરો ફેંકી રહી હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમ તો આપણને આવું દૃશ્ય બહુ સામાન્ય લાગે છે, પણ એક ફૉરેનરને આ જોઈને કશુંક ખોટું થતું હોય એવું લાગ્યું એટલે તેણે વિડિયો લઈને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો. ત્યારે અનેક લોકોએ કમેન્ટ કરીને કહ્યું કે ભારતમાં આ ખૂબ સામાન્ય છે.
વિડિયોમાં દેખાય છે કે હેલ્મેટ પહેરેલો એક પુરુષ, એક મહિલા અને એક બાળકી ગેટવે નજીકની પાળી પાસે આવીને થેલીમાં ભરેલો કચરો દરિયામાં ઠાલવી દે છે. ફૉરેનરે જે જોયું એના પ્રત્યે નારાજગી વ્યક્ત કરતી ટિપ્પણી પણ વિડિયોમાં કરી છે.
ADVERTISEMENT
આ વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઝડપથી ફેલાયો છે અને નેટિઝન્સ તરફથી આકરી ટીકા થઈ રહી છે. અનેક મુંબઈગરાઓએ પણ આ વાત શરમજનક ગણાવી હતી.


