આદિવાસી નેતા નરહરિ ઝિરવાળ નાશિક જિલ્લાના દિંડોરી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) મિનિસ્ટર અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નરહરિ ઝિરવાળનો વ્યંડળ સાથેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વિરોધ પક્ષ કૉન્ગ્રેસે તેમને અશ્લીલ અને અનૈતિક વર્તન કરવા બદલ બરતરફ કરવાની માગણી કરી છે. કૉન્ગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ વિડિયોમાં ઝિરવાળ તેમના સત્તાવાર નિવાસસ્થાને વ્યંડળ સાથે ક્ષોભનીય સ્થિતિમાં દેખાયા છે. મહારાષ્ટ્રના કૉન્ગ્રેસપ્રમુખ હર્ષવર્ધન સપકાળે ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે ‘આ ઘટના રાજ્યના રાજકારણમાં નૈતિક પતનનું પ્રતિબિંબ કરે છે. નરહરિ ઝિરવાળનો વાંધાજનક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે એ માત્ર એક ઘટના નથી, મહારાષ્ટ્રના રાજકારણમાં નૈતિક અધોગતિનું એક સ્પષ્ટ ઉદાહરણ છે. લોકોના વિશ્વાસ અને કરદાતાઓના પૈસા પર વિશ્વાસ રાખનાર એક જવાબદાર જનપ્રતિનિધિ આવા અશ્લીલ અને અનૈતિક વર્તનમાં સામેલ થયા એ અત્યંત નિંદનીય છે. આ ફક્ત વ્યક્તિગત સીમાઓનું ઉલ્લંઘન નથી, જાહેર જીવન પર કલંક છે.’
આદિવાસી નેતા નરહરિ ઝિરવાળ નાશિક જિલ્લાના દિંડોરી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
