ટીચરને અશ્ળીલ વિડિયો-ક્લિપ્સ મોકલીને શારીરિક સુખની માગણી કરી
ઘટનાની જાણ પછી સ્કૂલમાં ધસી આવેલા રાજકીય પક્ષના કાર્યકરો.
ડોમ્બિવલીના સાગાવ વિસ્તારમાં આવેલી અંગ્રેજી મીડિયમની એક જાણીતી સ્કૂલની એક શિક્ષિકાએ સ્કૂલના ટ્રસ્ટીના છોકરા પર છેડતીનો આરોપ લગાવ્યો છે. તે છોકરાએ શિક્ષિકાને અશ્લીલ વિડિયો-ક્લિપ મોકલીને મેસેજ કર્યા હતા અને શરીરસુખની પણ માગણી કરી હતી. એને કારણે સખત ટેન્શનમાં આવી ગયેલી શિક્ષિકાએ પરિવારને જાણ કરી હતી અને ત્યાર બાદ રાજકીય પાર્ટીના પદાધિકારીઓને મળીને મદદ માગી હતી. પૉલિટિકલ પાર્ટીના કાર્યકરો સ્કૂલ પર ધસી ગયા હતા અને જોરદાર વિરોધ-પ્રદર્શન કરીને ટ્રસ્ટીના છોકરાને સોંપવાની માગણી કરતાં તંગદિલી વ્યાપી ગઈ હતી. એ પછી પોલીસ પણ આવી પહોંચી હતી અને હાલ તે છોકરાને તાબામાં લઈને પૂછપરછ ચાલી રહી છે. પોલીસ કેસને લગતા ટેક્નિકલ પુરાવા પણ એકઠી કરી રહી છે.
