કારમાં પાંચ સ્ટુડન્ટ્સ બેસેલા છે જેમાંના ચારે તો યુનિફૉર્મ પહેર્યો છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
થાણે-વેસ્ટમાં એક સગીર કિશોર તેના મિત્રો સાથે કાર ચલાવી રહ્યો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નેટિઝનો ચિંતા વ્યક્ત કરતી કમેન્ટ કરી રહ્યા હતા. વિડિયોમાં કારનો રજિસ્ટ્રેશન નંબર MH 04 LX 8080 ક્લિયર દેખાઈ રહ્યો છે. ‘બૅડ પેરન્ટિંગ’ના ટૅગ સાથે વાઇરલ કરવામાં આવેલો વિડિયો જોઈને લોકો ચોંકી ઊઠ્યા હતા. કેટલાકે કમેન્ટ કરતાં લખ્યું છે કે કારનો રજિસ્ટ્રેશન નંબર ક્લિયર દેખાય છે છતાં કોઈ ઍક્શન ન લેવાય તો આ અકસ્માત કરીને આનંદ લેવા જેવી વાત ગણાય. અન્ય એક નેટિઝને લખ્યું છે કે આ અત્યંત જોખમી છે. વળી અન્ય એક નેટિઝને લખ્યું છે કે તેમને ક્યાં વળી અકસ્માત કરવાનો ડર છે, તેમણે તો માત્ર નિબંધ જ લખી આપવાનો છે. આ પહેલાંના સગીરે કરેલા અકસ્માતમાં તેને માત્ર નિબંધ લખવાની સજા આપવામાં આવી હોવાની બાબત પર આ કટાક્ષ કરવામાં આવ્યો હતો. અન્ય એક નેટિઝને લખ્યું હતું કે તેના પેરન્ટ્સને આ માટે સજા કરવી જોઈએ.
કારમાં પાંચ સ્ટુડન્ટ્સ બેસેલા છે જેમાંના ચારે તો યુનિફૉર્મ પહેર્યો છે. ડ્રાઇવિંગ-સીટ પર પણ સગીર છોકરો યુનિફૉર્મમાં બેસીને કાર ચલાવી રહ્યો છે અને તેણે ચશ્માં પહેર્યાં છે.

