Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલી રેલવે-સ્ટેશન પર પાકિસ્તાની ટેર‌રિસ્ટ ફરતો હોવાનો ફેક વિડિયો વાઇરલ

કાંદિવલી રેલવે-સ્ટેશન પર પાકિસ્તાની ટેર‌રિસ્ટ ફરતો હોવાનો ફેક વિડિયો વાઇરલ

Published : 18 November, 2026 09:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કરામતને કારણે પોલીસ દોડતી થઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કાંદિવલી રેલવે-સ્ટેશન પર એક પાકિસ્તાની આતંકવાદી AK-47 રાઇફલ સાથે ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાની અફવા ફેલાવતો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરનાર સામે બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગઈ કાલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોમવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો વાઇરલ થતાં ભારે હડકંપ મચી ગઈ હતી. સ્થાનિક રેલવે-પોલીસ તેમ જ સિટી પોલીસ પણ કામે લાગી હતી. જોકે વધુ તપાસમાં આ વિડિયો સંપૂર્ણપણે બનાવટી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીની મદદથી તૈયાર થયેલો હોવાનું સામે આવતાં પોલીસે બોગસ વિડિયો પોસ્ટ કરનાર સામે ફરિયાદ નોંધી છે. આ કેસમાં પોલીસ ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રસના આધારે વધુ તપાસ કરી રહી છે. બોરીવલી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવાર સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બ્રેકિંગ ન્યુઝ: કાંદિવલી સ્ટેશન પર પાકિસ્તાનનો આતંકવાદી એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો સાથે સ્ટેશન પર અફરાતફરી મચી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ગંભીર બાબતની નોંધ લઈને તાત્કાલિક ધોરણે સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), સિટી પોલીસ, ડૉગ સ્ક્વૉર્ડ સાથે મળીને કાંદિવલી રેલવે-સ્ટેશનની તપાસ કરવામાં આવી હતી જેમાં ખાસ કાઈ હાથે ન લાગતાં અમે આખા દિવસનાં CCTV ફુટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે તપાસ દરમ્યાન સ્ટેશન પર આવો કોઈ જ શંકાસ્પદ કે અપ્રિય બનાવ બન્યો ન હોવાનું સ્પષ્ટ થયું હતું તેમ જ સાઇબર સેલને જાણ કરી વિડિયો વિશે તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારે આ વિડિયો બોગસ હોવાનું સ્પષ્ટ થયું હતું. તાત્કાલિક અમે આ ભ્રમ અને ડર ફેલાવતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી હટાવી દીધો છે. પ્રાથમિક તપાસમાં આ વિડિયો કોઈએ જનતામાં ભય, ડર અને અફવાઓ ફેલાવવાના ઇરાદાથી ઇન્સ્ટાગ્રામ પર AIની મદદથી બનાવટી ઇલેક્ટ્રૉનિક રેકૉર્ડ તૈયાર કરીને વાત્તરલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં ફરિયાદ નોંધી સોશ્યલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારાં તત્ત્વોની શોધ શરૂ કરવામાં આવી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK