પુનર્જીવિત કરાયેલા આ કૂવાઓમાંથી મળતું પાણી ગાર્ડનિંગ, રસ્તા ધોવા, કન્સ્ટ્રક્શન અને શૌચાલયોમાં ફ્લશિંગ જેવાં બિનપીવાલાયક કામો માટે વાપરવામાં આવશે. આ પગલાથી ટ્રીટ કરાયેલા પીવાના શુદ્ધ પાણીનો થતો મોટો વપરાશ અને બગાડ ઘટાડી શકાશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પુનર્જીવિત કરાયેલા આ કૂવાઓમાંથી મળતું પાણી ગાર્ડનિંગ, રસ્તા ધોવા, કન્સ્ટ્રક્શન અને શૌચાલયોમાં ફ્લશિંગ જેવાં બિનપીવાલાયક કામો માટે વાપરવામાં આવશે. આ પગલાથી ટ્રીટ કરાયેલા પીવાના શુદ્ધ પાણીનો થતો મોટો વપરાશ અને બગાડ ઘટાડી શકાશે.
સાંતાક્રુઝ-ગોરેગામ વચ્ચે આજે રાતે જમ્બો બ્લૉક
વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રૅક અને સિગ્નલિંગ સિસ્ટમના મેઇન્ટેનન્સનાં કામો હાથ ધરવા માટે શનિવારે રાતે સાંતાક્રુઝ અને ગોરેગામ સ્ટેશન વચ્ચે ફાસ્ટ લાઇન પર જમ્બો બ્લૉક લેવામાં આવશે. શનિવારે મધરાતે ૧૨.૩૦ વાગ્યાથી વહેલી સવારે ૪.૩૦ વાગ્યા સુધી અપ અને ડાઉન બન્ને ફાસ્ટ લાઇનો પર આ બ્લૉક અમલમાં રહેશે.
આ બ્લૉકના સમયગાળા દરમ્યાન તમામ અપ અને ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનોને સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે સ્લો ટ્રૅક પર ડાઇવર્ટ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે આ બ્લૉકને કારણે રાતના સમયે ચાલતી કેટલીક લોકલ ટ્રેન-સર્વિસ રદ રહેશે.
અંધેરીમાં રવિવારે શ્રી અંધેરી ક.વી.ઓ. સેવા સમાજ ચોકના નામે બસ-સ્ટૉપનું ઉદ્ઘાટન
અંધેરી-ઈસ્ટના વિધાનસભ્ય મુરજી પટેલના ફન્ડથી નાગરદાસ રોડ પરના ધર્મ કૃપા બિલ્ડિંગ પાસેના નૂતનીકરણ કરવામાં આવેલા બસ-સ્ટૉપને શ્રી અંધેરી ક.વી.ઓ. સેવા સમાજ ચોકનું નામ આપવામાં આવ્યું છે. આ બસ-સ્ટૉપનું ઉદ્ઘાટન રવિવારે ૨૫ ઑક્ટોબરે સવારે ૯ વાગ્યે વિધાનસભ્ય મુરજી પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે અનિલ ગંગર, ઍડ્વોકેટ કીર્તિ નાગડા, નગરસેવિકા કેસર પટેલ સહિત સમાજની નામાંકિત વ્યક્તિઓ, અંધેરીવાસીઓ હાજર રહેશે. સંસ્થાના સેક્રેટરી રોનક ગાલાએ કચ્છી સમાજનાં ભાઈબહેનોને વધુ સંખ્યામાં હાજર રહેવા વિનંતી કરી છે.
