AC લોકલમાં પણ સવારે-સાંજે ભારે ભીડ થવાથી દરવાજા બંધ નથી થતા અને ટ્રેનો મોડી પડે છે એટલે એ માટે પણ આ ટીમ કામ કરશે.
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવે દ્વારા મુંબઈનાં લોકલ નેટવર્ક પર સ્ટેશનો પર થતી ભીડ, ખાસ કરીને પીક અવર્સમાં થતી ભીડ પર નજર રાખવા અને એને મૅનેજ કરવા એક વિશેષ ટીમ તહેનાત કરવામાં આવશે. દરેક મહત્ત્વના સ્ટેશન પર ૨૦ જણની ટીમ હશે જેના પર ક્રાઉડ મૅનેજમેન્ટની જવાબદારી રહેશે.
સવારે અને સાંજે પીક અવર્સમાં પ્લૅટફૉર્મ પર, બ્રિજ પર, ટિકિટ-વિન્ડો પાસે ભારે ભીડ થતી હોય છે એમ જણાઈ આવતાં વેસ્ટર્ન રેલવે આ માટે ખાસ ટીમની મદદ લેવાની છે.
આ ટીમના સભ્યો જો એક જગ્યાએ ભીડ વધશે તો એને કઈ રીતે ડાઇવર્ટ કરવી, પ્લૅટફૉર્મ પર કઈ રીતે ડિસિપ્લિન જળવાઈ રહે, જો કોઈ ઇમર્જન્સી ઊભી થાય તો એમાં મદદ કરવી જેવી બાબતોનું ધ્યાન રાખશે.
ચમકારા
વેસ્ટર્ન રેલવેનાં દાદર, અંધેરી, સાંતાક્રુઝ, બોરીવલી, નાલાસોપારા અને વિરાર સ્ટેશન પર ૨૦ સભ્યોની ટીમ જ્યારે બીજાં સ્ટેશનો પર ઓછામાં ઓછા ૧૦ સભ્યો સાથેની ટીમ તહેનાત કરવામાં આવશે. આ ટીમના સભ્યો કૉન્ટ્રૅક્ટ પર નીમવામાં આવશે.
AC લોકલમાં પણ સવારે-સાંજે ભારે ભીડ થવાથી દરવાજા બંધ નથી થતા અને ટ્રેનો મોડી પડે છે એટલે એ માટે પણ આ ટીમ કામ કરશે.
