આ કારણે જ ફિલ્મની ઓપનિંગ ક્રેડિટ્સમાં તેને થૅન્ક યુ કહેવામાં આવ્યું છે, હવે ‘ઓ રોમિયો’ના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેણે જણાવ્યું કે ‘આમિરે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ એક મહત્ત્વપૂર્ણ સૂચન આપ્યું હતું.
ઓ રોમિયોની વાર્તામાં આમિર ખાનનો છે મોટો ફાળો
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી ‘ઓ રોમિયો’માં આમિર ખાનનો કોઈ રોલ નથી અને તે આ ફિલ્મ સાથે સીધી રીતે જોડાયેલો પણ નથી. આમિરનું આ ફિલ્મ સાથે કોઈ કનેક્શન ન હોવા છતાં એની ઓપનિંગ ક્રેડિટ્સમાં આમિર ખાનને થૅન્ક યુ કહેવામાં આવતાં ઘણા લોકોને આશ્ચર્ય થયું છે.
હવે ‘ઓ રોમિયો’ના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેણે જણાવ્યું કે ‘આમિરે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ એક મહત્ત્વપૂર્ણ સૂચન આપ્યું હતું. એના કારણે ફિલ્મની મૂળ વાર્તામાં મોટો ફેરફાર થયો. આમિરનું માનવું હતું કે એક અગત્યના વળાંકે કોઈ પાત્રની હત્યા થવી જોઈએ જેથી સ્ટોરીમાં ટર્નિંગ-પૉઇન્ટ આવે.’
‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર ઉસ્તરાના પાત્રમાં છે, જ્યારે તૃપ્તિ ડિમરી અફશાં તરીકે જોવા મળે છે. એક મહત્ત્વપૂર્ણ દૃશ્યમાં રેસ્ટોરાંમાં વકીલ અંજુમ અન્સારીની હત્યા થાય છે અને આ જ સીન આમિર ખાનના સૂચન પરથી ઉમેરાયો હતો. આ ઘટના પછી ઉસ્તરા અફશાંની હિંમત અને બદલો લેવાની ભાવનાથી પ્રભાવિત થાય છે અને બન્ને વચ્ચેની લવ-સ્ટોરીનો સાચો આરંભ થાય છે.
વિશાલ ભારદ્વાજે કહ્યું કે આ એક સિંગલ આઇડિયાએ આખી સ્ટોરીને વધુ અસરકારક બનાવી દીધી અને આ સીન ફિલ્મ માટે મોટો પ્લસ-પૉઇન્ટ સાબિત થયો. વિશાલ ભારદ્વાજે કહ્યું કે આમિરના આ ખાસ ઇનપુટને કારણે દિલથી આભાર વ્યક્ત કરવા માટે સ્પેશ્યલ થૅન્ક્સ આપ્યા.
