જોકે એ ઘટનામાં મહિલાને વધુ ઈજા થઈ નહોતી. આ ઘટના સવારે ૭.૫૬ વાગ્યે બની હતી.
ખીચોખીચ ભરાયેલી ટ્રેનમાંથી પટકાયેલી મહિલા.
સેન્ટ્રલ રેલવેમાં ડોમ્બિવલીથી મુંબ્રા તરફ જઈ રહેલી ટ્રેન દિવા અને મુંબ્રા વચ્ચે ઊભી હતી ત્યારે એ ટ્રેનમાંથી એક મહિલા નીચે પટકાઈ હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. જોકે એ ઘટનામાં મહિલાને વધુ ઈજા થઈ નહોતી. આ ઘટના સવારે ૭.૫૬ વાગ્યે બની હતી.
પાછળના કોચમાંથી કોઈએ પાડેલા વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે લેડીઝ કોચમાંથી તે મહિલા ટ્રૅકની બાજુમાં ફંગોળાઈને પડી હતી. જોકે તે ભારે ગિરદીને કારણે લટકી રહી હતી અને પછી ટકી ન શકી એટલે પટકાઈ હતી કે પછી અંદરથી અન્ય મહિલાઓના પ્રેશરને કારણે તેનું બૅલૅન્સ જતું રહ્યું હતું એની તપાસ ચાલી રહી છે. પડ્યા બાદ તે મહિલા હાથ ઊંચો કરીને લેડીઝ કોચના પૅસેન્જરોને કશુંક કહે છે. એ વખતે એ ટ્રૅકની બાજુના ટ્રૅક પરથી ચાલીને જઈ રહેલાં એક મહિલા અને પુરુષ તેનો અવાજ સાંભળીને અટકી જાય છે અને તે બીજી મહિલા પડી ગયેલી મહિલાને મદદ કરવા દોડી આવે છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે ‘તે મહિલા ટ્રેન ઊભી રહી હતી ત્યારે પટકાઈ હતી. તેને એ ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી. અમે એ તપાસ ચલાવી રહ્યા છીએ કે શા કારણે તે મહિલા ટ્રેનમાંથી પડી.’
