Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેમાં MPSCની પરીક્ષાની તૈયારી કરતા યુવકનો આપઘાત

પુણેમાં MPSCની પરીક્ષાની તૈયારી કરતા યુવકનો આપઘાત

Published : 10 September, 2026 10:04 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેમાં MPSCની પરીક્ષાની તૈયારી કરતા યુવકનો આપઘાત: સુસાઇડ-નોટમાં ૨.૫ લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને પેપર-લીક વિશે ઉમેદવારોનાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શનો વચ્ચે પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એમાં MPSCની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ૨૮ વર્ષના યુવકે દેવાથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. યુવક પાસેથી મળી આવેલી સુસાઇડ-નોટમાં તેના પર ૨.૫ લાખ રૂપિયાનું દેવું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મરનાર યુવકની ઓળખ પ્રથમેશ દેશમુખ તરીકે થઈ છે, જે પુણેના નવી પેઠ વિસ્તારમાં ભાડાના રૂમમાં રહીને પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકે બે પાનાંની સુસાઇડ-નોટ છોડી છે જેમાં ૧૮-૧૯ લોકો પાસેથી લીધેલાં નાણાં અને ચૂકવેલી રકમની વિગતો લખેલી છે. પોલીસે યુવકે કયાં કારણોસર દેવું કર્યું હતું એ જાણવા પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.



કૉક્રૉચ જનતા પાર્ટીના નેતા અભિજિત દીપકેએ આ ઘટના વિશે ઘેરા પ્રત્યાઘાતો આપતાં સોશ્યલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો હતો કે ‘સિસ્ટમ બદલાય એ પહેલાં હજી કેટલા નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવો પડશે? ગ્રામીણ અને સામાન્ય મધ્યમ પરિવારના હજારો યુવાનો વર્ષોની મહેનત અને આર્થિક બોજ વેઠીને તૈયારી કરે છે, પરંતુ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને વિલંબથી તેમના પર માનસિક દબાણ અસહ્ય બની જાય છે. પ્રથમેશની જેમ ઘરથી દૂર રહીને ભણતા વિદ્યાર્થીઓનો આર્થિક બોજ પણ વધી જાય છે.’


માર્ચ મહિનામાં લેવાયેલી MPSCની ડ્રગ-ઇન્સ્પેક્ટર માટેની પરીક્ષાના પેપર-લીક કેસની તપાસ હાલ મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. રાજ્યભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આક્રોશને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પરીક્ષાપદ્ધતિમાં સુધારા સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરની સમિતિની રચના પણ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 10:04 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK