Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Maharashtra Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં બીજા તબક્કામાં માત્ર 43.5 ટકા જ મતદાન

Maharashtra Lok Sabha Election 2024 Live: મહારાષ્ટ્રમાં મતદાન અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 26 April,2024 09:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તસવીર સૌજન્ય : પીટીઆઇ

તસવીર સૌજન્ય : પીટીઆઇ

Updated
1 week
3 days
3 hours
38 minutes
ago

09:50 PM

Maharashtra Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં ક્યાં થયું કેટલું મતદાન?

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં આંકડાઓની વાત કરીએ તો ત્રિપુરામાં સૌથી વધુ 78.6 ટકા અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછા 54.8 ટકા મતદાન થયું છે. જ્યારે મણિપુરમાં 77.2 ટકા, છત્તીસગઢમાં 73.1 ટકા, પશ્ચિમ બંગાળમાં 71.8 ટકા, આસામમાં 70.8, જમ્મુ-કાશ્મીરમાં 71.6, કેરળમાં 65.3, કર્ણાટકમાં 67.3, રાજસ્થાનમાં 63.9, મધ્યપ્રદેશમાં 56.8 અને મહારાષ્ટ્રમાં 43.5 ટકા. 54.9 ટકા મતદારોએ મતદાન કર્યું હતું

Updated
1 week
3 days
3 hours
48 minutes
ago

09:40 PM

Maharashtra Lok Sabha Election 2024 Live: બીજા તબક્કામાં માત્ર 63.00 ટકા મતદાન થયું

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં શુક્રવારે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થયું હતું. જોકે, સાંજે આવેલા મતદાનની ટકાવારીથી ચૂંટણી અંગેનો ઉત્સાહ ઓછો થયો હતો. પ્રથમ તબક્કાની ચૂંટણી કરતાં આ વખતે મતદાનનું વલણ ખરાબ રહ્યું હતું. બીજા તબક્કામાં માત્ર 63.00 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Updated
1 week
3 days
3 hours
58 minutes
ago

09:30 PM

Maharashtra Lok Sabha Election 2024 Live: મમતા બેનર્જીએ રાજ્યમાં સાત તબક્કાની ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા

મમતા બેનર્જીએ રાજ્યમાં સાત તબક્કાની ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ સવાલ કર્યો છે કે, શા માટે લોકોને આકરી ગરમીમાં ત્રાસ આપવામાં આવે છે.

Updated
1 week
3 days
4 hours
13 minutes
ago

09:15 PM

Maharashtra Lok Sabha Election 2024 Live: મધ્યપ્રદેશમાં વોટિંગ સમાપ્ત

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ મધ્યપ્રદેશના છતરપુરના એક મતદાન મથક પર EVM અને VVPATs મશીનો સીલ કરવામાં આવી રહ્યા છે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK