ભીડ, અસુવિધા અને અસલામતીની લાગણી ઘણા મતદારોને બૂથ સુધી પહોંચતા અટકાવે છે. એટલા માટે આ વર્ષની BMC ચૂંટણીઓમાં Pink Booths, Model Booths અને Special Polling Booths પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે - જેથી મહિલાઓ, વૃદ્ધો, વિકલંગો અને પહેલી વાર મતદાન કરનારાઓ માટે મતદાન સુરક્ષિત અને સરળ બને. ઉપરાંત, `My Vote, Not For Sale` અભિયાન મતદારોને યાદ અપાવે છે કે મતદાન એ સોદો નથી, પરંતુ એક જવાબદારી છે. મતદાન પ્રણાલીમાં સુધારો થાય તો લોકશાહી મજબૂત થશે. પણ શું આ પૂરતું છે?












